Site icon

Hrithik roshan: રિતિક રોશને શેર કરી તેની ફિટનેસ સિક્રેટ, માત્ર આટલા અઠવાડિયામાં જોવા મળ્યું અભિનેતા નું અદભુત ટ્રાન્સફોર્મેશન

Hrithik roshan: ગ્રીક ગોડ તરીકે જાણીતા અભિનેતા રિતિક રોશને તેના ઇન્સ્ટાગ્રામ પર ચોંકાવનારું સિક્રેટ બોડી ટ્રાન્સફોર્મેશન શેર કર્યું છે આ ઉપરાંત તેને ચાહકોને એ પણ જણાવ્યું કે તેણે 5 અઠવાડિયામાં આ બધું કેવી રીતે કર્યું.

hrithik roshan epic body transformation in just 5 week

hrithik roshan epic body transformation in just 5 week

News Continuous Bureau | Mumbai 

Hrithik roshan: ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં તેની બહુમુખી પ્રતિભા, સુગમ નૃત્ય કૌશલ્ય અને તીક્ષ્ણ દેખાવ માટે જાણીતા રિતિક રોશન ને ગ્રીક ગોડ નું બિરુદ પણ મળ્યું છે રિતિક રોશન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ફિટ અભિનેતાઓ માંથી એક છે.  તે માત્ર જીમમાં સખત મહેનત જ નથી કરતો પરંતુ ફિટનેસ ટ્રેનર ક્રિસ ગેથિનની દેખરેખ હેઠળ કડક ડાયટ પણ ફોલો કરે છે. દરમિયાન, રિતિક રોશને તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના અદ્ભુત શારીરિક પરિવર્તનની તસવીરો શેર કરી હતી. અભિનેતાએ માત્ર પાંચ અઠવાડિયામાં આ અદ્ભુત બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું છે. 

Join Our WhatsApp Community

 

રિતિક રોશને શેર કરી ટ્રાન્સફોર્મેશન ની તસવીર 

રિતિક રોશને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોડી ટ્રાન્સફોર્મેશનની તસવીરો શેર કરી છે અને આ સાથે જ લખ્યું છે કે, ‘હું આ બધું મારી ફિલ્મના રોલ માટે કરું છું જેથી તમને ફિલ્મમાં મારું પાત્ર ગમે, મને પડકારો ગમે છે.. મારે રાત્રે 9 વાગ્યા સુધીમાં સૂવું પડે છે.. તેના ટ્રેઈનર ક્રિસ ગેથિનનો આભાર માનતા રિતિકે આગળ કહ્યું – તમારા જેવા ગુરુ હોવું ખૂબ જ મોટી વાત છે, તમે ઘણા સારા છો, તમે મને ઘણી મદદ કરી છે. રિતિક રોશનના મસલ્સ, બોડી અને એબ્સનું રહસ્ય તેનું વર્કઆઉટ રૂટિન ની સાથે સાથે ડાયટ પણ છે.

રિતિક રોશન ની આવનારી ફિલ્મ 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રિતિક છેલ્લે ‘વિક્રમ વેધા’ માં મોટા પડદા પર જોવા મળ્યો હતો. ટૂંક સમયમાં અભિનેતા દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ ‘ફાઇટર’માં જોવા મળશે. તે 25 જાન્યુઆરી, 2024ના રોજ રિલીઝ થશે. હવે તમને આ ફિલ્મમાં રિતિક રોશન નું ટ્રાન્સફોર્મેશન જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : Tiger 3 trailer: સલમાન ખાન સ્ટારર ફિલ્મ ટાઇગર 3 નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, કેટરીના કૈફ ના એક્શન અવતારે ખેંચ્યું લોકોનું ધ્યાન

Kohrra Season 2 Trailer Out: પંજાબની ધુમ્મસમાં છુપાયેલા છે ખૌફનાક રહસ્યો; મોના સિંહ અને બરુણ સોબતીની જોડી ઉકેલશે મર્ડર મિસ્ટ્રી
Mardaani 3 First Review: રાની મુખર્જીનો દમદાર અંદાજ અને વિજય વર્માનો ખૌફનાક લૂક; જાણો જોવી જોઈએ કે નહીં ‘મર્દાની 3’?
Dhurandhar OTT Release:રણવીર સિંહની ‘ધુરંધર’ એ રજનીકાંત-શાહરૂખના રેકોર્ડ તોડ્યા! 55 દિવસ બાદ હવે OTT પર થશે રિલીઝ, ફેન્સને મળશે મોટું સરપ્રાઈઝ
John Abraham New Look: જોન અબ્રાહમનું અત્યાર સુધીનું સૌથી મોટું ટ્રાન્સફોર્મેશન! રિયલ લાઈફ સુપરકોપ રાકેશ મારિયાના રોલ માટે બદલી નાખ્યો આખો લૂક
Exit mobile version