Site icon News Continuous Bureau | Mumbai

Hrithik Roshan On War 2: ‘વોર 2’ નું શૂટિંગ પૂરું થતાં ભાવુક થયો હૃતિક રોશન, સોશિયલ મીડિયા પર શેર કરી હૃદય સ્પર્શી નોટ

Hrithik Roshan On War 2: અભિનેતા હૃતિક રોશન ટૂંક સમયમાં ફિલ્મ 'વોર 2' માં જોવા મળશે. આ ફિલ્મ આવતા મહિને રિલીઝ થશે. હાલમાં જ તેનું શૂટિંગ પૂરું થયું છે, જેના પર એક્ટરે ઇમોશનલ નોટ લખી છે.

Hrithik Roshan Gets Emotional as War 2 Shooting Wraps

Hrithik Roshan Gets Emotional as War 2 Shooting Wraps

News Continuous Bureau | Mumbai

Hrithik Roshan On War 2: ફિલ્મ ‘વોર 2’ નું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ ફિલ્મમાં હૃતિક રોશન એકવાર ફરી કબીરના રૂપમાં વાપસી કરી રહ્યો છે. તેના ઉપરાંત ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર અને અભિનેત્રી કિઆરા અડવાણી પણ છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થતાં હૃતિક રોશન ભાવુક અનુભવી રહ્યો છે. તે ણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : War 2: વોર 2 ના શૂટિંગ બાદ રિતિક રોશન એ આવી રીતે કરી જુનિયર એનટીઆર ની આવભગત

હૃતિક રોશન એ શેર કરી નોટ 

હૃતિક રોશને પોતાના એક્સ (X)  એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી છે. શૂટિંગ પૂરું થતાં ટીમે કેક કાપી હતી.. આ સાથે હૃતિક રોશને લખ્યું, “‘વોર 2’ ફિલ્મ માટે કેમેરા બંધ થયા પછી મિશ્ર લાગણીઓ અનુભવાઈ રહી છે. 149 દિવસ સુધી સતત રોલિંગ, એક્શન, ડાન્સ, લોહી, પરસેવો, ઈજાઓ… અને આ બધાની કિંમત વસૂલ થઈ છે!” હૃતિકે પોસ્ટમાં જુનિયર એનટીઆરને ટેગ (Tag) કરતા લખ્યું છે, “સર, તમારી સાથે કામ કરવું અને સાથે મળીને કંઈક વિશેષ બનાવવું મારા માટે સન્માનની વાત છે.” જ્યારે કિઆરા અડવાણીને ટેગ કરીને લખ્યું છે, “હું ખૂબ ઉત્સાહિત છું કે દુનિયા તમારી ઘાતક બાજુ જોશે, તમારી સાથે સ્ક્રીન શેર કરવાનો અનુભવ શાનદાર રહ્યો.”


હૃતિક રોશને આગળ લખ્યું છે, “હું આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું કે તમે બધા આદિ અને અયાન ના કમાલના સિનેમેટિક વિઝનને જુઓ. ‘વોર 2’ ના તમામ કલાકારો અને ક્રૂ  ને, પોતાની પ્રતિભાને શેર કરવા અને દરરોજ પોતાનું બેસ્ટ આપવા બદલ હૃદયપૂર્વક આભાર.” છેલ્લે, કબીરના શૂટિંગનો અંત આવવો હંમેશા કડવો-મીઠો અનુભવ હોય છે. મને ફરીથી સ્વસ્થ થવામાં થોડા દિવસો લાગશે. હવે 14 ઓગસ્ટ, 2025 ના રોજ તમારા બધા સામે પોતાની ફિલ્મ રજૂ કરવાની યાત્રા પર નીકળી પડ્યા છીએ.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan health rumours સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે સલમાન ખાનનો મોટો ખુલાસો, કહ્યું ‘મેં ૧૬ કિલો વજન ઘટાડ્યું છે’
Rashami Desai લાઇમલાઇટથી દૂર શું કરી રહી છે અભિનેત્રી રશ્મિ દેસાઈ? યુટ્યુબ પોડકાસ્ટ અને ટૉક શો દ્વારા કરી રહી છે મોટી કમાણી
Shah Rukh Khan London look શાહરૂખ ખાનના વાયરલ લંડન લુકે મચાવી ધમાલ અપકમિંગ ફિલ્મ ‘કિંગ’ના ટ્રાન્સફોર્મેશનને લઈને અટકળો શરૂ
Education of popular TV actresses અભિનયની સાથે એજ્યુકેશનમાં પણ અવ્વલ છે આ ટીવી સ્ટાર્સ, જાણો તમારી ફેવરિટ TV સ્ટાર્સનું ક્વોલિફિકેશન
Exit mobile version