Site icon News Continuous Bureau | Mumbai

Hrithik Roshan: સેલિબ્રિટીઓના ‘પર્સનાલિટી રાઇટ્સ’નો મુદ્દો ગરમાયો, અભિષેક અને ઐશ્વર્યા બાદ હવે આ સુપરસ્ટાર એ પણ રક્ષણ માટે કોર્ટમાં અરજી કરી.

Hrithik Roshan: નામ, અવાજ અને છબીના દુરુપયોગ સામે હૃતિકે કાયદાકીય પગલાં લીધાં, અગાઉ એશ્વર્યા-અભિષેક અને કુમાર સાનૂ પણ પહોંચ્યા હતા હાઈકોર્ટ

Hrithik Roshan Moves Delhi High Court to Protect Personality Rights

Hrithik Roshan Moves Delhi High Court to Protect Personality Rights

News Continuous Bureau | Mumbai

 Hrithik Roshan: બોલીવૂડ અભિનેતા હૃતિક રોશન એ પોતાના પર્સનાલિટી રાઇટ્સ ના રક્ષણ માટે દિલ્હી હાઈકોર્ટ  નો દરવાજો ખખડાવ્યો છે. હૃતિકે દાવો કર્યો છે કે તેના નામ, અવાજ, છબી અને ઓળખનો દુરુપયોગ વ્યાવસાયિક હેતુઓ માટે કરવામાં આવી રહ્યો છે. તેણે કોર્ટમાં અરજી કરીને આવા દુરુપયોગને રોકવા અને પોતાની ઓળખને અનધિકૃત રીતે ઉપયોગ થવાથી બચાવવા માટે સુરક્ષા માંગી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sridevi Fan Story: અનોખો પ્રેમ! આ ડાયરેક્ટરે શ્રીદેવી માટે હોસ્ટેલમાં જ બનાવ્યો આખો રૂમ, ફિલ્મી દુનિયાનો ચોંકાવનારો કિસ્સો

અભિનેતાની અરજીમાં શું છે?

હૃતિકે કોર્ટમાં નોંધાવ્યું છે કે ઘણા જાણીતા અને અજાણ્યા પક્ષો તેના પર્સનાલિટી લક્ષણોનો ઉપયોગ તેની પરવાનગી વિના કરી રહ્યા છે. આમાં તેના નામ, અવાજ, છબી અને ઓળખનો ઉપયોગ ઓનલાઈન પ્લેટફોર્મ  અને જાહેરાતોમાં કરવામાં આવી રહ્યો છે.મીડિયા રિપોર્ટ મુજબ આ કેસની સુનાવણી બુધવારે ન્યાયમૂર્તિ મનમીત પ્રીતમ અરોરા દ્વારા કરવામાં આવશે. હૃતિકે જે અરજી દાખલ કરી છે તેમાં ઘણા પક્ષોનો ઉલ્લેખ છે, જેમણે તેના પર્સનાલિટી રાઇટ્સનો ઉલ્લંઘન કર્યો હોવાનું કહેવાય છે.


આ પહેલા અશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન માટે પણ દિલ્હી હાઈકોર્ટ દ્વારા તેમના નામ અને છબીના અનધિકૃત ઉપયોગ પર રોક લગાવતો આદેશ આપવામાં આવ્યો હતો. ગાયક કુમાર સાનૂ એ પણ AI દ્વારા તેમની અવાજની નકલ સામે કાયદાકીય રક્ષણ માંગ્યું હતું. સુનીલ શેટ્ટી એ પણ બોમ્બે હાઈકોર્ટમાં આવી જ અરજી કરી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Adhik Mehta Show। અનુપમા છોડ્યા બાદ ચમક્યું એક્ટરનું નસીબ! હવે આ ટીવી ક્વીન સાથે સ્ક્રીન પર ઈશ્ક લડાવશે અધિક મહેતા
Sridevi Classic Movies। માત્ર ૧૩ વર્ષની ઉંમરે શ્રીદેવી બની હતી સાવકી માતા’, બોક્સ ઓફિસ પર ફિલ્મે મચાવ્યો હતો ધમાકો
South Movie Tickets|શું તમે પણ સાઉથની ફિલ્મો જોવા માટે ચૂકવી રહ્યા છો વધુ પૈસા? જાણો ટિકિટ મોંઘી થવા પાછળનું આ અંદરનું રહસ્ય
Hai Jawani Toh Ishq Hona Hai Review|વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માં કૉમેડીનો તડકો કે ઇમોશનલ ડ્રામા? ટિકિટ બુક કરાવતા પહેલાં જાણી લો પ્લસમાઈનસ પોઈન્ટ્સ
Exit mobile version