Site icon

બોલિવૂડ અભિનેતા હૃતિક રોશન એક સમયે તેની આ આદતથી હતો પરેશાન, એક પુસ્તકની મદદથી મળ્યો છુટકારો; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર હૃતિક રોશન ઈન્ડસ્ટ્રીનો પાવરફુલ એક્ટર છે. ફિલ્મી દુનિયામાં રીતિકની એક અલગ જ ઓળખ છે. ફિલ્મ કહો ના પ્યારથી ફિલ્મી કરિયરની શરૂઆત કર્યા બાદ હૃતિક રોશને ક્યારેય પાછું વળીને જોયું નથી અને હંમેશા તેની ફિલ્મોનો ગ્રાફ ઊંચો કર્યો છે. આ સિવાય હૃતિકે  ધૂમ 2, જોધા અકબર, સુપર 30 જેવી ઘણી ફિલ્મો આપી છે.હૃતિક રોશનને સિગારેટ પીવાની ખરાબ આદત હતી.હૃતિક પોતે પણ ધૂમ્રપાન છોડવા માંગતો હતો પરંતુ તે તેમ કરી શક્યો ન હતો.

Join Our WhatsApp Community

હૃતિકે  તેની ધૂમ્રપાનની આદત કોઈ વ્યસન મુક્તિ કેન્દ્રમાં નહીં પરંતુ માત્ર એક પુસ્તક દ્વારા છોડી દીધી હતી. લેખક એલનના ઈઝી વે ટુ સ્ટોપ સ્મોકિંગ પુસ્તક દ્વારા જ હૃતિકે તેની આદતથી છૂટકારો મેળવ્યો હતો. અભિનેતા  એ પોતે પણ ખુલાસો કર્યો હતો કે, હું ધૂમ્રપાન છોડવા માંગતો હતો. મેં અગાઉ પાંચ વખત ધૂમ્રપાન છોડવાનો પ્રયાસ કર્યો હતો અને નિષ્ફળ ગયો હતો. મેં નિકોટિન પેચ અને અન્ય તમામ પદ્ધતિઓનો પ્રયાસ કર્યો પરંતુ કંઈ કામ ન થયું.'હૃતિક રોશન કહે છે, 'હું આ આદત છોડવા માંગતો હતો તેથી મેં સંશોધન કરવાનું શરૂ કર્યું. મેં ઓનલાઈન અભ્યાસ કરતા લોકો સાથે વાત કરી પછી આખરે મને આ પુસ્તક એલન કાર ઈઝી વે ટુ સ્ટોપ સ્મોકિંગ મળ્યું, મેં તે પુસ્તક મંગાવ્યું અને જે દિવસે મેં તે પુસ્તક પૂરું કર્યું તે દિવસે મેં છેલ્લી વાર ધૂમ્રપાન કર્યું.' હૃતિક રોશનને આ પુસ્તક એટલું ગમ્યું કે તે ઈચ્છતો હતો કે તેના મિત્રો અને સંબંધીઓ આ પુસ્તક વાંચે અને ડ્રગ્સથી દૂર રહે.હૃતિકે પોતે ધુમ્રપાન છોડ્યું અને લેખક એલનના પુસ્તક ઈઝી વે ટુ સ્ટોપ સ્મોકિંગની 40 નકલો તેના મિત્રો અને પરિવારજનોને વહેંચી. અને ત્યારથી અત્યાર સુધી હૃતિકે સિગારેટને હાથ પણ નથી લગાવ્યો.

આ સમાચાર પણ વાંચો : પૂજા ભટ્ટે સાઈન કરી ફિલ્મ, આ નેશનલ એવોર્ડ વિજેતા દિગ્દર્શક ની ફિલ્મ માં આવશે નજર; જાણો વિગત

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ ફિલ્મ ફાઈટરમાં કામ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બર, 2022ના રોજ રિલીઝ થશે. આ સિવાય હૃતિક તેની ફિલ્મ વોરની સિક્વન્સમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. તમને જણાવી દઈએ કે હૃતિકના ફેન્સ તેની ફિલ્મ ક્રિશ 4ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.જોકે, ફિલ્મની અભિનેત્રી વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મમાં રિતિક સાથે કઈ અભિનેત્રી જોવા મળશે. આ ઉપરાંત અભિનેતા સૈફ અલી ખાન સાથે ફિલ્મ વિક્રમ વેધા માં જોવા મળશે. 

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version