Site icon News Continuous Bureau | Mumbai

Hrithik Roshan| પહેલી ફિલ્મ માટે મળ્યા હતા માત્ર 100 રૂપિયા, આજે છે કરોડોના માલિક! રિતિક રોશને આ રીતે ખર્ચ્યા હતા પોતાની જિંદગીના પહેલા ૧૦૦ રૂપિયા

Hrithik Roshan| 1980માં ફિલ્મ 'આશા'માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે રિતિકે કરી હતી કરિયરની શરૂઆત; નાના જે. ઓમપ્રકાશની ફિલ્મમાં મળ્યું હતું કામ.

Hrithik Roshan| પહેલી ફિલ્મ માટે મળ્યા હતા માત્ર 100  રૂપિયા, આજે છે કરોડોના માલિક! રિતિક રોશને આ રીતે ખર્ચ્યા હતા પોતાની જિંદગીના પહેલા ૧૦૦ રૂપિયા

Hrithik Roshan| પહેલી ફિલ્મ માટે મળ્યા હતા માત્ર 100 રૂપિયા, આજે છે કરોડોના માલિક! રિતિક રોશને આ રીતે ખર્ચ્યા હતા પોતાની જિંદગીના પહેલા ૧૦૦ રૂપિયા

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Hrithik Roshan| બોલિવૂડના ‘ગ્રીક ગોડ’ ગણાતા રિતિક રોશને આજે ઇન્ડસ્ટ્રીમાં એક એવું મુકામ હાંસલ કર્યું છે જેનું સપનું દરેક કલાકાર જોતા હોય છે. વર્ષ 2000માં ‘કહો ના પ્યાર હૈ’થી બ્લોકબસ્ટર ડેબ્યૂ કરનાર રિતિકે વાસ્તવમાં 6 વર્ષની નાની ઉંમરે જ મોટા પડદા પર એન્ટ્રી કરી લીધી હતી. રિતિક રોશનની પહેલી કમાણી અને તેની સાથે જોડાયેલો કિસ્સો ખૂબ જ રસપ્રદ છે.

6 વર્ષની ઉંમરે નાનાની ફિલ્મમાં કર્યું કામ

રિતિક રોશને વર્ષ 1980માં રિલીઝ થયેલી જીતેન્દ્ર અને રીના રોયની ફિલ્મ ‘આશા’માં કામ કર્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન રિતિકના નાના અને જાણીતા ફિલ્મમેકર જે. ઓમપ્રકાશે કર્યું હતું. આ ફિલ્મમાં રિતિક એક ડાન્સ સીનમાં જીતેન્દ્ર સાથે જોવા મળ્યો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે રિતિકે તેના પિતા રાકેશ રોશનની ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પણ કામ કર્યું છે.

પ્રથમ સેલેરી અને બાળપણનો શોખ

ફિલ્મ ‘આશા’માં કામ કરવા બદલ રિતિક રોશનને મહેનતાણા તરીકે 100 રૂપિયા મળ્યા હતા. 1980ના સમયમાં એક બાળક માટે આ રકમ ઘણી મોટી હતી. રિતિકે આ 100 રૂપિયાનો ઉપયોગ તેના શોખ પૂરા કરવા માટે કર્યો હતો. તેણે આ પૈસામાંથી 10 નાની ‘હોટ વ્હીલ્સ’ (Hot Wheels) રમકડાની કાર ખરીદી હતી. આજે રિતિક કરોડોની મિલકતનો માલિક છે, પરંતુ તેની આ પહેલી કમાણી હંમેશા યાદગાર રહી છે.

આજે 3100 કરોડની નેટવર્થના માલિક

બાળ કલાકાર તરીકે શરૂઆત કર્યા બાદ રિતિક રોશને ‘કોઈ મિલ ગયા’, ‘ક્રિશ’, ‘ધૂમ 2’, ‘વોર’ અને ‘ફાઈટર’ જેવી અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજે રિતિક રોશન અંદાજે 3100 કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવે છે. ફિલ્મો ઉપરાંત તે પોતાની બ્રાન્ડ HRX અને અન્ય બિઝનેસ દ્વારા પણ મોટી કમાણી કરે છે. રિતિકે સાબિત કર્યું છે કે ભલે તે ફિલ્મી બેકગ્રાઉન્ડથી આવતો હોય, પણ તેણે પોતાની મહેનતથી એક અલગ ઓળખ બનાવી છે.

👉 આ સમાચાર વાચો:
KSBKBT 2| પોતાનાથી ૮ વર્ષ મોટા એક્ટરની મા બની પરખ મદન? ઉંમરના તફાવત પર તોડી ચુપકીદી, ટ્રોલ્સને આપ્યો આવો જવાબ

Bollywood Extortion Threat બોલિવૂડમાં દહેશત 50 થી વધુ હસ્તીઓને મળી ધમકી, લોરેન્સ ગેંગના નામે ઉઘરાણી કરનાર આરોપી ઝડપાયો
Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Ramayana Sunny Deol Hanuman Look ‘રામાયણ’ ના અંતિમ સીનમાં જોવા મળી ‘હનુમાન’ બનેલા સની દેઓલની પહેલી ઝલક સિનેમાઘરોમાં દર્શકો થયા ભાવવિભોર
Lawrence Bishnoi Gang Impersonator Arrested લૉરેન્સ બિશ્નોઈ ગેંગના નામે બોલિવૂડ કલાકારો પાસેથી ₹૫ કરોડની ખંડણી માંગનાર IIT ગ્રેજ્યુએટ એન્જિનિયર બેંગલુરુથી ઝડપાયો
Exit mobile version