Site icon

ગુજરાતી રસોઈ ની રાણી તરલા દલાલ ની બાયોપિક માં બોલિવૂડ ની આ અભિનેત્રી ભજવશે મુખ્ય ભૂમિકા; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

રોની સ્ક્રુવાલા,અશ્વિની ઐયર તિવારી અને નિતેશ ગુજરાતી રસોઇની રાણી સ્વ. તરલા દલાલની બાયોપિક બનાવવા જઈ રહ્યા છે. જેમાં હુમા કુરેશી તરલા દલાલ ના  મુખ્ય પાત્ર માં જોવા મળશે તેવા સમાચાર આવી રહ્યા છે. હુમા આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી ને  તે આ ફિલ્મમાં મુખ્ય રોલ ભજવવા તૈયાર થઇ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ નું શૂટિંગ આવનારા મહિનાઓમાં શરૂ કરવામાં આવશે. રોની સ્ક્રુવાલા, અશ્વિની ઐયર તિવારી અને નિતેશે આ ફિલ્મ બનાવવાનું બીડુ ઝડપ્યું છે.

Join Our WhatsApp Community

હુમાને સ્વ. તરલા દલાલની શાકાહારી વાનગીઓનો રસથાળ પસંદ પડયો હતો.મીડિયા માં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ અભિનેત્રીએ આ ફિલ્મના મુખ્ય રોલ માટે લુક ટેસ્ટ પણ આપી દીધો છે. તેમજ તે પોતાના રોલ માટે તૈયારી પણ કરી રહી છે. હુમા  સ્વ. તરલા દલાલની ઝીણામાં ઝીણી માહિતીઓ પર ધ્યાન આપી રહી છે.તેમજ તરલા દલાલની વાતચીત કરવાની ઢબને પર પણ તેણે પુરતું ધ્યાન આપવું પડશે. કેમકે તે શુદ્ધ ગુજરાતી મહિલા હતી.તેમની બોલી માં પણ ગુજરાતી ભાષા ઝલકતી હતી.હાલ ફિલ્મસર્જક આ બાયોપિક માટે અન્ય લોકો ના ટેસ્ટ લઇ રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : થપ્પડકાંડ પર વિલ સ્મિથ એ ક્રિસ રોકની જાહેરમાં માફી માંગી, ગુસ્સે થઇ થપ્પડ મારવાનું આપ્યું આ કારણ; જાણો વિગતે 

તમને જણાવી દઈએ  કે, તેમની પ્રથમ રાંધણકળા બુક, ‘ધ પ્લેઝર ઓફ વેજીટેરિયન કુકિંગ’ સૌ પ્રથમ 1974માં પ્રકાશિત થઈ હતી. ત્યાર બાદ તો તેમણે 100 કરતાં વધારે બુક્સ લખી નાખી અને 30 લાખ નકલો કરતાં પણ વધારે નકલોનું વેચાણ થયું. તેઓ સૌથી મોટી ભારતીય ફુડ વેબ સિરીઝ પણ ચલાવતા હતા અને પખવાડિયામાં એક વાર ‘કૂકિંગ એન્ડ મોર’ મેગેઝિન પણ પ્રકાશિત કરતાં હતા. તેમના કુકિંગ શોમાં ‘ધ તરલા દલાલ શો’ અને ‘કૂક ઈટ અપ વિથ તરલા દલાલ’નો સમાવેશ થાય છે.6 નવેમ્બર 2013ના રોજ હૃદય હુમલો આવતા તરલા દલાલ નું અવસાન થયું હતું.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version