News Continuous Bureau | Mumbai
બોલિવૂડ અભિનેત્રી રાખી સાવંતને ( rakhi sawant ) કોઈ કારણસર ડ્રામા ક્વીન કહેવામાં આવતી નથી. તેની એક્ટિંગ જોઈને ફેન્સ હસવાનું રોકી શકતા નથી. હાલમાં જ રાખી સાવંતે ખુલાસો કર્યો હતો કે તેનું મિસકેરેજ થયું છે, પરંતુ આ સમાચાર પછી તેના પતિ આદિલે ( adil durrani ) આ અંગે મોટો ખુલાસો કર્યો છે.
આદિલે શેર કરી પોસ્ટ
જણાવી દઈએ કે રાખી સાવંતના પતિ આદિલ ખાન દુર્રાનીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. આદિલે લખ્યું છે – ફેક ન્યૂઝ, હું દરેકને વિનંતી કરીશ કે આવા લેખો પ્રકાશિત ન કરો. થોડા દિવસો પહેલા રાખીએ તેના નિકાહનામા અને કોર્ટ મેરેજની તસવીરો શેર કરી હતી અને જણાવ્યું હતું કે તેણે ગયા વર્ષે બોયફ્રેન્ડ આદિલ ખાન સાથે લગ્ન કર્યા છે.
આ સમાચાર પણ વાંચો: આ સમાચાર વાંચ્યા વગર ઘરની બહાર નહીં નીકળતા : PM મોદી આજે મુંબઈમાં, વાંચો ટ્રાન્સપોર્ટમાં કેવા બદલાવ આવ્યા
https://www.instagram.com/p/CnjbbKdtVZd/?utm_source=ig_web_copy_link
રાખી સાવંત ની માં ને થયું બ્રેઈન ટ્યૂમર
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા રાખીએ ખુલાસો કર્યો હતો કે તેની માતાને બ્રેઈન ટ્યુમર છે અને તે કેન્સર સામે લડી રહી છે. જે બાદ રાખી પોતાના લગ્નને લઈને ચિંતિત હતી. લગ્ન બાદ રાખીએ પોતાનું નામ બદલીને ફાતિમા રાખ્યું છે. રાખી અને આદિલના લગ્નના દસ્તાવેજો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેમાં બંનેના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ છે, પરંતુ તેને ધ્યાનથી વાંચવા પર લગ્નની તારીખ 29 મે, 2022 હોવાનું જણાય છે. તેના પર બીજી તારીખ નો ઉલ્લેખ છે – 2 જુલાઈ 2022.
