Site icon News Continuous Bureau | Mumbai

Ikkis OTT Release: થિયેટર બાદ હવે OTT પર નસીબ અજમાવશે ‘ઇક્કીસ’: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે અગસ્ત્ય નંદાની ફિલ્મ

Ikkis OTT Release: શ્રીરામ રાઘવનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ઓનલાઈન રિલીઝ માટે તૈયાર; શહીદ અરુણ ખેતરપાલની શૌર્યગાથા હવે ઘરે બેઠા જોઈ શકાશે

Ikkis OTT Release: Know When and Where to Stream Agastya Nanda film

Ikkis OTT Release: Know When and Where to Stream Agastya Nanda film

News Continuous Bureau | Mumbai

Ikkis OTT Release:  બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર અને ઉભરતા સ્ટાર અગસ્ત્ય નંદાની ફિલ્મ ‘ઇક્કીસ’ ની ઓટીટી રિલીઝને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. થિયેટરોમાં આ ફિલ્મને જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો ન હતો, પરંતુ હવે મેકર્સને આશા છે કે ઓટીટી (OTT) પ્લેટફોર્મ પર તેને વધુ દર્શકો મળશે. આ ફિલ્મ 1 જાન્યુઆરી 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, જેને વિવેચકો દ્વારા સારા રિવ્યુ મળ્યા હતા છતાં બોક્સ ઓફિસ પર કમાણી મામલે તે પાછળ રહી ગઈ હતી.રિપોર્ટ્સ મુજબ, ‘ઇક્કીસ’ ના ડિજિટલ રાઈટ્સઅગાઉથી જ જાણીતા ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો એ ખરીદી લીધા હતા. બોક્સ ઓફિસ પર તેનું લાઈફટાઈમ કલેક્શન આશરે 28 કરોડ રૂપિયા રહ્યું હતું, જ્યારે વર્લ્ડવાઈડ કમાણીનો આંકડો 36 કરોડ સુધી પહોંચ્યો હતો. હવે આ ફિલ્મ માર્ચ મહિનામાં ડિજિટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી કરવા માટે સજ્જ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : O Romeo Song Out: ‘’આશિકોં કી કોલોની’ માં શાહિદના ડાન્સે લગાવી આગ, પણ દિશા પટનીના લુકે ફેન્સને કર્યા નિરાશ; સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ

ક્યારે જોઈ શકાશે ઓનલાઈન?

મળતી માહિતી મુજબ, 12 માર્ચ 2026 થી ‘ઇક્કીસ’ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રેન્ટ ફોર્મેટમાં   ઉપલબ્ધ થશે. જે દર્શકોએ સબસ્ક્રિપ્શન લીધું છે, તેઓ બે અઠવાડિયા બાદ એટલે કે 26 માર્ચ 2026 થી આ ફિલ્મ ફ્રીમાં જોઈ શકશે. જોકે, હજુ સુધી મેકર્સ તરફથી તેની સત્તાવાર તારીખની પુષ્ટિ થવાની બાકી છે.


આ ફિલ્મ ભારતીય સેનાના સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલની વીરતા પર આધારિત છે. 1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન અરુણ ખેતરપાલે અદભૂત બહાદુરી બતાવી હતી અને માત્ર 21 વર્ષની ઉંમરે શહીદ થયા હતા. દેશ માટેના તેમના સર્વોચ્ચ બલિદાન બદલ તેમને મરણોપરાંત પરમવીર ચક્રથી  સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં તેમની આ જ પ્રેરણાદાયક સફરને પડદે કંડારવામાં આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Woh Phir Aayegi Box Office ૮૦ના દાયકાની હોરર ફિલ્મ ‘વો ફિર આયેગી’ જાણો રાજેશ ખન્નાની આ ડરામણી મૂવીએ સિનેમાઘરોમાં કેવું કર્યું હતું પ્રદર્શન
Mukesh Khanna CJP Protest “ભવિષ્ય બરબાદ થઈ જશે” CJP પ્રોટેસ્ટ મામલે યુવાનો પર ભડક્યા મુકેશ ખન્ના, પ્રાયોજિત આંદોલન ગણાવ્યું
Exit mobile version