Site icon News Continuous Bureau | Mumbai

બ્રેકઅપ ના આઘાત માંથી બહાર આવ્યા બાદ આ પ્રખ્યાત અભિનેત્રીના ભાઈ ને ડેટ કરી રહી છે ઇલિયાના ડીક્રુઝ- આ તસવીર છે તેનો પુરાવો

News Continuous Bureau | Mumbai

ઇલિયાના ડીક્રુઝ (ileana dcruz) ભલે આ દિવસોમાં ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે પોતાના અંગત જીવનમાં સોશિયલ મીડિયા(social media) પર ખૂબ જ એક્ટિવ છે. અભિનેત્રીની તસવીરો પરથી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે કદાચ તેને ફરીથી તેનો પ્રેમ મળી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વખતે તેનું અફેર કેટરિના કૈફના ભાઈ અને યુકેમાં (UK)રહેતા મોડલ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલ સાથે ચાલી રહ્યું છે.

Join Our WhatsApp Channel

કેટરીનાનો ભાઈ છેલ્લે મુંબઈ(Mumbai) અને રાજસ્થાનમાં (Rajasthan)તેની બહેનના લગ્નમાં જોવા મળ્યો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઇલિયાના અને સેબેસ્ટિયન છેલ્લા છ મહિનાથી રિલેશનશિપમાં(relationship) છે. ઇલિયાનાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જે કેટરીના કૈફના જન્મદિવસનો(Katrina kaif birthday) છે. આ તસવીરમાં વિકી, કેટરિના, ઇલિયાના ડીક્રુઝ, સેબેસ્ટિયન, ઇસાબેલ કૈફ, આનંદ તિવારી અને મીની માથુર જોવા મળે છે. કેટરિનાની પાર્ટીમાં ઇલિયાના અને સેબેસ્ટિયનને જોયા બાદ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે બંને વચ્ચે કંઈક તો છે.

આ સમાચાર પણ વાંચો : શું ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલાજા માં હિના ખાન-નિયા શર્મા મળશે જોવા-અનુપમા સિરિયલ ના આ એક્ટરને પણ મળી ઓફર

જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ કોઈએ કરી નથી. આ પહેલા અભિનેત્રી ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એન્ડ્રુ નીબોન સાથે રિલેશનશિપમાં હતી. 2020માં બ્રેકઅપ (breakup)બાદ તે ડિપ્રેશનમાં (dipration)ચાલી ગઈ હતી. આને દૂર કરવા માટે, તેણે ઉપચારનો આશરો લીધો હતો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઇલિયાના ટૂંક સમયમાં 'અનફેર એન્ડ લવલી' અને ડિરેક્ટર શૈલેષ ગુહાની અનટાઈટલ ફિલ્મમાં જોવા મળશે.

KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Mirzapur Movie Shoorveer Song Fine ‘મિર્ઝાપુર ધ મૂવી’ ના મેકર્સ પર દિલ્હી હાઈકોર્ટે ફટકાર્યો અધધ ₹૫૦ હજારનો દંડ, ક્લાઈમેક્સમાં ‘આ’ ગીત વગાડવા સામે વિવાદ
Koffee With Karan Season 9 ‘કોફી વિથ કરણ સીઝન ૯’ માં સલમાન ખાન બનશે પહેલા મહેમાન, શોનો ધમાકેદાર પ્રોમો રિલીઝ
Exit mobile version