Site icon News Continuous Bureau | Mumbai

ટીવી સિરિયલ ‘ઇમલી’ ની આ અભિનેત્રી નો થયો અકસ્માત, ટ્રકે મારી તેની કારને ટક્કર, આવી રીતે બચ્યો જીવ

ટીવી સિરિયલ ઇમલી માં શિવાની રાણા નું પાત્ર ભજવી ને ઘરે ઘરે ફેમસ થયેલી અભિનેત્રી હેતલ યાદવ નો કાર એક્સિડન્ટ થયો છે. જોકે આ અકસ્માત માં અભિનેત્રી ને કોઈ ઇજા થઇ નથી પરંતુ તે હજુ પણ આઘાત માં છે.

imlie fame actress hetal yadav met with a car accident

ટીવી સિરિયલ 'ઇમલી' ની આ અભિનેત્રી નો થયો અકસ્માત, ટ્રકે મારી તેની કારને ટક્કર, આવી રીતે બચ્યો જીવ

News Continuous Bureau | Mumbai

ટીવી એક્ટ્રેસ ( actress  ) હેતલ યાદવના  ( hetal yadav  ) ફેન્સ માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ટીવીના સૌથી ફેમસ શો ઈમ્લીમાં ( imlie ) શિવાની રાણાની ભૂમિકા ભજવનાર હેતલને કાર અકસ્માત ( car accident )  થયો છે. રવિવારે રાત્રે શૂટિંગ કરીને ઘરે પરત ફરતી વખતે હેતલની કારને ટ્રકે ટક્કર મારી હતી. જોકે, ગભરાવાની કોઈ વાત નથી, હેતલ સુરક્ષિત છે.

Join Our WhatsApp Channel

 એક્ટ્રેસે આપી મીડિયા ને માહિતી

મીડિયામાં આવેલા અહેવાલો અનુસાર, હેતલ રવિવારે રાત્રે શૂટિંગ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહી હતી. તે પોતાની કાર જાતે જ ચલાવી રહી હતી. ત્યારે પાછળથી એક ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી. અભિનેત્રીએ હવે એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં તેના અકસ્માત વિશે વાત કરીને માહિતી આપી છે.હેતલ યાદવે કહ્યું- મેં રાત્રે લગભગ 8.45 વાગ્યે પેકઅપ કર્યું, ત્યારપછી હું ફિલ્મ સિટીથી ઘરે જવા રવાના થઈ. હું જેવીએલઆર હાઈવે પર પહુંચી કે તરત જ એક ટ્રકે મારી કારને પાછળથી ટક્કર મારી. ટ્રક મારી કારને ધક્કો મારતા મારતા છેક કિનારા તરફ ધકેલી દીધી હતી. મારી કાર પડી જવાની હતી. કોઈક રીતે, હિંમત ભેગી કરીને, મેં કાર રોકી અને મારા પુત્રને કોલ કર્યો. મેં મારા પુત્રને આ અંગે પોલીસને જાણ કરવા કહ્યું કારણ કે આ ઘટના બાદ હું આઘાતમાં હતી.જોકે આ અકસ્માતમાં હેતલને કોઈ ઈજા થઈ નથી. આ માટે તેણે ભગવાનનો પણ આભાર માન્યો હતો. અભિનેત્રીએ કહ્યું- સદનસીબે મને ઈજા થઈ નથી.

આ સમાચાર પણ વાંચો:  Sanjay Gandhi National Park : ગુજરાતના સિંહોને પાલક મળ્યા; વનમંત્રીની હાજરીમાં સિહો પીંજરુ છોડીને મુક્ત વિહાર કરશે.

 હેતલ નું વર્ક ફ્રન્ટ

હેતલની વાત કરીએ તો આ દિવસોમાં તે ઇમલી શોમાં શિવાની રાણા બનીને ચાહકોને પ્રભાવિત કરી રહી છે. ટેલિવિઝનની દુનિયામાં તે એક મોટું નામ છે.હેતલ છેલ્લા 25 વર્ષથી એક્ટિંગ જગતમાં સક્રિય છે. તેને સૌથી વધુ લોકપ્રિયતા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં તેના વકીલ ના પાત્રથી મળી હતી. અભિનેત્રીના અકસ્માતના સમાચાર સામે આવતા જ તેના તમામ ચાહકો પરેશાન થઈ ગયા હતા. જોકે હવે તેમણે રાહતનો શ્વાસ લીધો છે.

 

Diljit Dosanjh Delhi Concert Security દિલજીત દોસાંઝના દિલ્હી કોન્સર્ટ માટે અભેદ્ય સુરક્ષા કવચ ૨,૦૦૦ ગાર્ડ્સ તૈનાત, સ્ટેડિયમ ફરતે ૭૦૦ મીટર ‘નોકાર ઝોન’!
Ranbir Kapoor Ramayana Part 2 Delay રણબીર કપૂરની ‘રામાયણ’ ના ચાહકોને લાગી શકે છે મોટો ઝટકો પાર્ટ ૨ ની રિલીઝ ડેટ ટળી; સામે આવ્યું મોટું કારણ!
Ramayana Cast In KBC 18 KBC 18 ના મંચ પર ‘રામાયણ’ ની સ્ટારકાસ્ટ અમિતાભ બચ્ચન સાથે રણબીર કપૂરસાઈ પલ્લવીની જમાવટ, શેર કર્યા દિવાળીના કિસ્સા!
Aryan Khan New Project Genre શું નવા ઝોનરમાં એન્ટ્રી કરશે શાહરૂખ ખાનના પુત્ર? આર્યન ખાને શરૂ કરી નવા લેખકોની શોધખોળ!
Exit mobile version