Site icon News Continuous Bureau | Mumbai

વર્ષો પછી મિસ વર્લ્ડનું આયોજન કરી રહ્યું છે ભારત, જાણો કોણ કરશે દેશનું પ્રતિનિધિત્વ

ભારત 27 વર્ષ પછી મિસ વર્લ્ડનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ વર્ષે સિની શેટ્ટી ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે.

india set to host miss world 2023 after 27 years

વર્ષો પછી મિસ વર્લ્ડનું આયોજન કરી રહ્યું છે ભારત, જાણો કોણ કરશે દેશનું પ્રતિનિધિત્વ

News Continuous Bureau | Mumbai

આ વર્ષે ભારતમાં ‘મિસ વર્લ્ડ પેજન્ટ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સના સંદર્ભમાં આ સ્પર્ધાને લગતી તમામ માહિતી શેર કરવામાં આવી હતી. આ વર્ષે 71મી મિસ વર્લ્ડ સ્પર્ધા યોજાશે. આવો જાણીએ આ સંબંધિત તમામ માહિતી.

Join Our WhatsApp Channel

 જુલિયા મોર્લે એ કરી મિસ વર્લ્ડ 2023 ની જાહેરાત 

મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનના ચેરપર્સન અને સીઈઓ જુલિયા મોર્લે એ મિસ વર્લ્ડ સ્પર્ધા 2023ની જાહેરાત કરી. તેણે કહ્યું, “મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ભારત 71મી મિસ વર્લ્ડનું આયોજન કરશે.” તેણે કહ્યું કે 30 વર્ષ પહેલા હું અહીં આવી હતી ત્યારથી મને ભારત પ્રત્યે લગાવ છે. જુલિયાએ કહ્યું કે તે ભારતની સંસ્કૃતિને વિશ્વ સાથે શેર કરવા આતુર છે.’ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે 130 થી વધુ દેશોના સ્પર્ધકો તેમની અનન્ય પ્રતિભા, બુદ્ધિ અને કરુણાનું પ્રદર્શન કરવા ભારતમાં એકઠા થશે. આ વર્ષે ગ્રાન્ડ ફિનાલે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં યોજવામાં આવી શકે છે.

મિસ વર્લ્ડ 2023 માં સિની શેટ્ટી કરશે ભારત નું પ્રતિનિધત્વ 

મિસ વર્લ્ડ 2023માં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સિની શેટ્ટી 21 વર્ષની ઉંમરે મિસ ઈન્ડિયા બની છે. તે મૂળ કર્ણાટક ની છે. અભ્યાસની વાત કરીએ તો સિની શેટ્ટીએ એકાઉન્ટિંગ અને ફાઇનાન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. એટલું જ નહીં તે CFAનો અભ્યાસ પણ કરી રહી છે. તેણીને નૃત્ય કરવાનું પસંદ છે અને તે પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના છે. મિસ ઈન્ડિયા બનતા પહેલા સિની શેટ્ટી મિસ ટેલેન્ટનો એવોર્ડ પણ જીતી ચૂકી છે. તમને જણાવી દઈએ કે ભારતમાં અત્યાર સુધી ઘણી સુંદરીઓ ‘મિસ વર્લ્ડ’નો તાજ પોતાના નામે કરી ચૂકી છે, જેમાં 1966માં રીટા ફારિયા,1994માં ઐશ્વર્યા રાય,1997 ડાયના હેડન,1999માં યુક્તા મુખી,2000માં પ્રિયંકા ચોપરા અને 2017માં માનુષી છિલ્લર નો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો: એક ગૃહિણી ની જેમ પાઇ પાઇ નો હિસાબ રાખે છે કેટરીના કેફ, વિકી કૌશલે કર્યા તેના લગ્નજીવનને લઇ ને ઘણા ખુલાસા

Prabhas Fauzi Teaser Out પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’ નું ધમાકેદાર ટીઝર રિલીઝ રિલીઝ ડેટ લંબાવાઈ, હવે ૨૦૨૭માં સિનેમાઘરોમાં મચાવશે ધૂમ!
Ramayana Advance Booking Day 1 રણબીર કપૂરની ‘રામાયણ’ નો બોક્સ ઓફિસ પર તરખાટ એડવાન્સ બુકિંગમાં ₹૯ કરોડ પાર, ‘મિર્ઝાપુર ધ મૂવી’ નો રેકોર્ડ તોડ્યો!
Diljit Dosanjh Delhi Concert દિલજીત દોસાંજ ના લાઈવ કોન્સર્ટને દિલ્હી પોલીસે આપી લીલી ઝંડી આ સ્ટેડિયમમાં યોજાશે ભવ્ય શો!
Amitabh Bachchan Jalsa Threat અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત ‘જલસા’ બંગલાને ગ્રેનેડથી ઉડાવી દેવાની ધમકી મળતાં મુંબઈ પોલીસ એલર્ટ; સુરક્ષામાં મોટો વધારો
Exit mobile version