Site icon

Indian Idol 14: સિંગિંગ રિયાલીટી શો માં હોસ્ટ ની સાથે જજ પણ બદલાયા,નેહા કક્કર અને હિમેશ રેશમિયા ની જગ્યા એ આ દિગ્ગજ સિંગર કરશે ઇન્ડિયન આઈડોલ ને જજ

રિયાલિટી શો ઈન્ડિયન આઈડલની 14મી સીઝન ટૂંક સમયમાં સોની ટીવી પર ટેલિકાસ્ટ થવા જઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વખતે શોના જજથી લઈને તેના હોસ્ટમાં ઘણા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.

indian idol 14 shreya ghoshal kumar sanu return as judges will replace neha kakkar himesh reshammiya

Indian Idol 14: સિંગિંગ રિયાલીટી શો માં હોસ્ટ ની સાથે જજ પણ બદલાયા,નેહા કક્કર અને હિમેશ રેશમિયા ની જગ્યા એ આ દિગ્ગજ સિંગર કરશે ઇન્ડિયન આઈડોલ ને જજ

News Continuous Bureau | Mumbai 

હિમેશ રેશમિયા અને નેહા કક્કર હવે ‘ઈન્ડિયન આઈડલ’ની 14મી સીઝનનો ભાગ નહીં હોય. આ બે જજની જગ્યાએ કુમાર સાનુ અને શ્રેયા ઘોષાલ નવા અવાજને જજ કરશે. જજની સાથે શોના નવા હોસ્ટનું નામ પણ સામે આવ્યું છે. પરંતુ, સવાલ એ થાય છે કે આ વખતે સોની ટીવીએ ઈન્ડિયન આઈડલની આગામી સીઝન માટે આટલા મોટા ફેરફારો શા માટે કર્યા છે? હિમેશ રેશમિયા, નેહા કક્કર અને આદિત્ય નારાયણ આ વખતે શોનો ભાગ કેમ નહીં બને? ચાલો જાણીએ.

Join Our WhatsApp Community

 

આ કારણ થી નેહા કક્કર અને હિમેશ રેશમિયા નહીં કરે ઇન્ડિયન આઇડોલ ને જજ 

મીડિયા ને આપેલા ઇન્ટરવ્યૂમાં જ્યારે હિમેશ રેશમિયા ને ઈન્ડિયન આઈડલ 14 વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, ‘હું આ વખતે ‘સા રે ગા મા પા’ને જજ કરવાનો છું. તેથી જ તારીખ ની સમસ્યા હતી. ઈન્ડિયન આઈડલ 14 અને મારી તારીખો મેળ ખાતી ન હતી. પરંતુ, મને ખુશી છે કે કુમાર સાનુ જી આ વખતે શોને જજ કરશે. 

આ સમાચાર પણ વાંચો : hussain kuwajerwala: પાંચ વર્ષ બાદ ટીવી પર વાપસી કરી રહ્યો છે હુસૈન કુવાજેરવાલા, આ શો માં જોવા મળશે કુમકુમ ફેમ અભિનેતા

આદિત્ય નારાયણ ની જગ્યા એ હુસૈન કુવાજેરવાલા હોસ્ટ કરશે ઇન્ડિયન આઇડોલ 14 

હિમેશ રેશમિયા અને નેહા કક્કરની જગ્યાએ કુમાર સાનુ અને શ્રેયા ઘોષાલ નો સમાવેશ કરવામાં આવ્યો છે. આદિત્ય નારાયણની જગ્યાએ હુસૈન કુવાજેરવાલા ને શોનો હોસ્ટ બનાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, હુસૈન કુવાજેરવાલા આઠ વર્ષ બાદ ઈન્ડિયન આઈડલના સેટ પર પરત ફરી રહ્યો છે. આ માહિતી તેણે પોતે આપી છે. તેણે કહ્યું કે તે આદિત્ય નારાયણનું સ્થાન લેશે.તમને જણાવી દઈએ કે, હિમેશ રેશમિયાની જેમ નેહા કક્કર અને આદિત્ય નારાયણ પણ સિંગિંગ રિયાલિટી શો ‘સા રે ગા મા પા’માં વ્યસ્ત છે.

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version