Site icon

Indian idol: 19 વર્ષ બાદ ‘ઇન્ડિયન આઇડલ’ સીઝન વન ના રનર અપ અમિત સના નું છલકાયું દર્દ, શો અને ચેનલ પર ગંભીર આરોપ લગાવતા કહી આ વાત

Indian idol: 'ઈન્ડિયન આઈડલ' એ સિંગિંગ રિયાલિટી શો છે. આ શો વર્ષ 2004 માં શરૂ થયો હતો. હવે તેની પ્રથમ સીઝન ના રનર અપ અમિત સના એ ચેનલ પર તેની સાથે પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો છે.

indian idol first season runner up amit sana accused channel and show to blocked his voting lines

indian idol first season runner up amit sana accused channel and show to blocked his voting lines

News Continuous Bureau | Mumbai

Indian idol: સોની ટીવી પર પ્રસારિત થતો સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ ખૂબ જ લોકપ્રિય છે. આ શો વર્ષ 2004 માં શરૂ થયો હતો આ સીઝન નો પ્રથમ વિજેતા અભિજીત સાવંત હતો જયારે કે શો નો રનર અપ અમિત સના હતો. આ શોની પ્રથમ સિઝન જબરદસ્ત હિટ રહી હતી. હવે આ 19 વર્ષ પછી શો ના રનર અપ અમિત સના એ ચેનલ પર પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચોઃ Nana Patekar video: સાવ આવું?! ફિલ્મના સેટ પર નાના પાટેકર રોષે ભરાયા, સેલ્ફી પાડવા આવેલા ફેનને મારી દીધી ટપલી, જુઓ વાયરલ વિડીયો

અમિત સના એ લગાવ્યો ઇન્ડિયન આઇડલ શો પર આરોપ 

તાજેતરના એક ઈન્ટરવ્યુમાં અમિત સનાએ ‘ઈન્ડિયન આઈડલ’ શો ને લઈને ઘણા ખુલાસા કર્યા હતા અમિતે જણાવ્યું હતું કે, ‘જ્યારે શિલ્પા શેટ્ટીએ અભિજીતના સ્મિતના વખાણ કર્યા ત્યારથી બધું બદલી ગયું અને ત્યારથી જ તેને ગંભીરતાથી લેવામાં આવ્યો.’ ચેનલ પર અભિજીત પ્રત્યે પક્ષપાતી હોવાનો આરોપ લગાવતા અમિતે કહ્યું  ‘મારી વોટિંગ લાઈનો 2 દિવસ પહેલા બ્લોક થઈ ગઈ હતી. હવે આ બધું પોતાની મેળે અટકતું નથી. મેં અભિજીતને પૂછ્યું હતું કે શું તમારી વોટિંગ લાઇન કાર્યરત છે અને તેણે કહ્યું કે હા, તે કાર્યરત છે. મારા પરિવારે મને કહ્યું કે તેઓ અભિજીતને મત આપી શકે છે, પણ મને નહીં. ઘણાએ મને કહ્યું કે તે સમયે રાજકીય પ્રભાવ પણ હતો. મેં આ બધી વાતો સાંભળી છે. જે દિવસે મેં ફિનાલે આપી, મેં મારું બેસ્ટ આપ્યું. હવે મને ખબર નથી કે આ સાચું છે કે ખોટું.પરંતુ.ચેનલ ઇચ્છતી હતી કે અભિજીત સાવંત આ ટ્રોફી જીતે.’

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version