Site icon

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શોને મળી ગયા નવા દયાબેન!! જોઈને જેઠાલાલ પણ થઈ ગયા ખુશ… 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

30 ઓક્ટોબર 2020

ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા…’ છેલ્લા એક દાયકાથી વધુ સમયથી લોકોને ભરપૂર મનોરંજન પુરૂ પાડી રહ્યો છે. જો કે આ શૉમાં કેટલાક ઉતાર ચઢાવ જોવા મળ્યા છે. આમ છતાં લોકપ્રિયતાના મામલે તેણે સતત પ્રગતિ જ કરી છે. 12 વર્ષથી લોકોના મન પર રાજ કરી રહેલા આ શોની ટીમ હાલમાં જ રિયાલિટી શો 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'ના સેટ પર પહોંચી હતી. ટીમની સાથે શોના પ્રોડ્યુસર આસિત મોદી પણ હતા. કમી માત્ર દયાબેનની હતી. જોકે આ કમી રુતુજાએ પૂરી કરી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે શોમાં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી છેલ્લા 1-2 વર્ષથી શોથી દૂર છે અને મેકર્સ તેની રાહ જોઈ રહ્યા છે. આ બધા વચ્ચે એવા પણ અહેવાલો વહેતા થયા હતા કે મેકર્સ નવા દયાબેનની શોધમાં છે. પરંતુ 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'માં જઈને લાગે છે કે તેમની આ શોધ પૂરી થઈ ગઈ. શોમાં તેમને કોરિયોગ્રાફર રુતુજાના રૂપમાં નવા દયાબેન મળી ગયા. આ નવા દયાબેન સુંદર તો છે જ સાથે ખુબ ટેલેન્ટેડ પણ છે. નવા દયાબેનનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યોછે. જે તેમના પ્રશંસકોને ખુબ પસંદ પડ્યો છે. કહેવાય છે કે નવા દયાબેનને જોતા જ શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ પોતાના શોમાં લેવાનો નિર્ણય કરી લીધો છે.

Kishore Kumar-Madhubala Relation: મધુબાલા વિશે કિશોર કુમારે કહી હતી આ મોટી વાત, જાણો બોલિવૂડની બ્યુટી ક્વીનના છેલ્લા દિવસોનું સત્ય.
Happy Birthday Joshi: હેપ્પી બર્થડે જોશી! AI પાવર સાથે અજય દેવગણને ખાસ ગિફ્ટ, લેન્સ વોલ્ટ સ્ટુડિયોની અદભૂત શોર્ટ ફિલ્મ વાયરલ
Aakhri Sawaal’ Teaser Out: ઇતિહાસના પાનાઓમાંથી બહાર આવશે સત્ય! સંજય દત્તની ‘આખરી સવાલ’નું દમદાર ટીઝર રિલીઝ, ફેન્સ થયા રોમાંચિત
Teri Baaton Mein Aisa Uljha Jiya 2: શાહિદ કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા ૨’ ના સિક્વલ અંગે મોટી જાહેરાત.
Exit mobile version