Site icon News Continuous Bureau | Mumbai

Ira khan and Nupur shikhre: ઇરા ખાન ના હાથ પર સજી નૂપુર ના નામ ની મહેંદી, લગ્ન ના પ્રી વેડિંગ ફંક્શન માં જોવા મળ્યો વર-વધુ નો જબરજસ્ત ડાન્સ, જુઓ વિડિયો

Ira khan and Nupur shikhre: ઇરા ખાન અને નૂપુર શિખરે ના પ્રિ વેડિંગ ફંક્શન હાલ ઉદયપુરમાં ચાલી રહ્યા છે. ગઈકાલે ઇરા અને નૂપુર ની મહેંદી સેરેમની નું ફંક્શન હતું જેમાં ઇરા અને નૂપુરે ડાન્સ કર્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

ira khan and nupur shikhare dance in wedding function

ira khan and nupur shikhare dance in wedding function

News Continuous Bureau | Mumbai

Ira khan and Nupur shikhre: ઇરા ખાન અને નૂપુર શિખરે એ મુંબઈ માં રજીસ્ટર મેરેજ કરી લીધા છે. હવે આ કપલ 10 જાન્યુઆરીએ ઉદયપુરમાં રીતિ રિવાજ મુજબ લગ્ન કરવા જઈ રહ્યું છે.લગ્નના પ્રિ વેડિંગ ફંક્શન ઉદયપુરમાં ચાલી રહ્યા છે અને તેમના પરિવારના સભ્યો અને મિત્રો બંને તેમાં હાજરી આપી રહ્યા છે.આ પ્રિ વેડિંગ ફંક્શન ના ઘણા ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. ગઈકાલે ઇરા અને નૂપુર ની મહેંદી સેરેમની નું ફંક્શન હતું જેમાં ઇરા ના હાથમાં નૂપુર ના નામ ની મહેંદી લગાવવામાં આવી હતી. આ મહેંદી ફંક્શન માં ઇરા અને નૂપુર ડાન્સ કરતા જોવા મળ્યા હતા જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જોકે, આ ફંક્શન માં ઇરા અને નૂપુર અલગ અલગ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. 

Join Our WhatsApp Channel

 

ઇરા અને નૂપુર નો ડાન્સ વિડીયો થયો વાયરલ 

સોશિયલ મીડિયા પર ઇરા ને નૂપુર ની મેહેંદી સેરેમની નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે ઇરા ખાન મહેંદી લગાવી સફેદ ગાઉન માં મિત્રો સાથે ડાન્સ કરી રહી છે તો બીજી તરફ નૂપુર પણ બાદશાહ ના ગીર જુગનું પર જોર જોર થી મિત્રો સાથે ઠુમકા લગાવતો જોવા મળી રહ્યો છે. ઇરા ખાન અને નૂપુર શિખરેનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો રિએક્શન આપી રહ્યા છે.

 

તમને જણાવી દઈએ કે, ઇરા અને નૂપુર ના પ્રિ વેડિંગ ફંક્શન 7 જાન્યુઆરી થી શરૂ થઇ ગયા છે. અને બંને મહારાષ્ટ્રિયન રીત રિવાજ મુજબ 10 જાન્યુઆરીએ લગ્ન કરશે. ત્યારબાદ આમિર ખાન 13 જાન્યુઆરીએ મુંબઈમાં તેની પુત્રીનું ભવ્ય રિસેપ્શન યોજશે, જેમાં ઘણી મોટી હસ્તીઓ હાજરી આપે તેવી શક્યતા છે.


આ સમાચાર પણ વાંચો : Aamir khan: દીકરી ના પ્રિ વેડિંગ ફંક્શન દરમિયાન ઝૂમી ઉઠ્યો આમિર ખાન, આ ખાસ વ્યક્તિ સાથે લગાવ્યા રાજસ્થાની ગીત પર ઠુમકા, જુઓ વિડિયો

 

Salman Khan Maatrubhumi માત્ર ટાઈટલ નહીં, સલમાન ખાનનું પાત્ર અને ‘માતૃભૂમિ’નો ક્લાઈમેક્સ પણ બદલાયો હવે યુદ્ધ નહીં પણ શાંતિનો સંદેશ આપશે ફિલ્મ!
Mahakavya Film Flop અંજલિ અરોરાની ફિલ્મ ‘મહાકાવ્ય’ ફ્લોપ થતાં વિવાદ પ્રોડ્યુસરે રણબીર કપૂરની ‘રામાયણ’ની ટીમ પર લગાવ્યા નેગેટિવ માર્કેટિંગના ગંભીર આરોપ
Mika Singh Controversial Statement આ કેવો તર્ક? દુબઈવાળા ગમે છે તો પાકિસ્તાનથી વાંધો કેમ? ગાયક મિકા સિંહ સામે ભારે રોષ
How Ramayan Found Its Ravana ‘રામાયણ’ને કેવી રીતે મળ્યો હતો ‘રાવણ’? કેવટ બનવા આવેલા ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીની રામાનંદ સાગરે આ રીતે પલટી કિસ્મત
Exit mobile version