Site icon News Continuous Bureau | Mumbai

2021 માં ‘તારક મહેતા..’ શોમાં દયાબેન કમબેક કરશે, ત્રણ વર્ષ બાદ મેકર્સે બનાવ્યું ધમાકેદાર એન્ટ્રીનું મિશન..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

21 જાન્યુઆરી 2021

આ વાતમાં કોઈ શંકા નથી કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એ ટીવીજગતનોનો સૌથી લોકપ્રિય શો છે. આ શોના દરેક પાત્ર પોતપોતાની રીતે શાનદાર છે. પણ જેઠાલાલ અને દયાભાભી ના કેરેક્ટરની વાત જ કાંઈક અલગ છે. જોકે, ચાહકો લાંબા સમયથી દયાબેનને સ્ક્રીન પર જોઈ શક્યા નથી, પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે તેઓ 2021 માં શોમાં પરત આવી શકે છે.

ખરેખર, શોમાં દયાબેનની ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી દિશા વાકાણી સપ્ટેમ્બર 2017થી શોમાં દેખાઈ નથી. તે સમયે તે મેટરનિટી લીવ પર ગઈ હતી. જે બાદથી તેની શોમાં વાપસી થઈ શકી નથી. જોકે પાછળથી અહેવાલો આવ્યા હતા કે આ મામલો ફી પર અટવાયેલો છે, પરંતુ દિશાએ આ શો છોડી દીધો નથી. ઉલ્લેખનીય છે કે દિશાને આ શોમાંથી ગયાને 3 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે. ચાહકો દયાબેનને ફરીથી ટીવી પર જોવા માટે ઉત્સુક છે. આ વચ્ચે જ દયાભાભીને લઈને એક મોટી ખબર સામે આવી છે. દયાબેનને પરત લાવવા માટે તારક મહેતા દ્વારા ખાસ મિશન બનાવવામાં આવ્યું છે.

શોમાં જ અંજલિ અને તારક મહેતા એકબીજા સાથે વાતચીત કરતા જોવા મળે છે અને આ દરમિયાન તેઓ દયાભાભીની વાપસીનો પણ ઉલ્લેખ કરે છે. અંજલિ કહે છે, ‘2021નો પહેલો દિવસ હંગામેદાર હતો.’ જેના પર તારક મહેતા કહે છે કે, ‘બહુ વધારે અને ઈશ્વરને પ્રાથના કે આવો હંગામો ફરીથી જોવા ન મળે. 2021 ફક્ત શાંતિથી પસાર થાય.’ તો અંજલિ કહે છે કે, ‘2021માં બસ પોપટભાઈના લગ્ન થઈ જાય અને સૌથી વધારે જરૂરી કોરોના વેક્સિન બધાને સફળતાપુર્વક લાગી જાય.’ જેના પર તારક મહેતા કહે છે કે, ‘આ બે નહીં પણ આ ઉપરાંત બીજા બે પણ છે. એક તો દયાભાભીને જલ્દીથી ગોકુલધામમાં વાપસી કરવામાં આવે.’ ત્યારે અંજલિ કહે છે, ‘તો આ મિશન તો 2021માં જલ્દીમાં જલ્દી પૂરું કરવામાં આવે. ગડા પરિવાર અને સમગ્ર ગોકુલધામ દયાભાભીને બહુ મિસ કરી રહ્યા છે’

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version