Site icon News Continuous Bureau | Mumbai

Sufyan Nadiadwala| શું સાજિદ નાડિયાદવાલાનો પુત્ર સુફિયાન છે સલમાન ખાનની કાર્બન કોપી? નવી તસવીરો જોઈને તમે પણ ચોંકી જશો!

Sufyan Nadiadwala| મુંબઈમાં જોવા મળેલા સુફિયાન નાડિયાદવાલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, યુઝર્સ તેને ૯૦ના દાયકાના સલમાન ખાનનું ‘યંગ વર્ઝન’ ગણાવી રહ્યા છે.

Sufyan Nadiadwala| શું સાજિદ નાડિયાદવાલાનો પુત્ર સુફિયાન છે સલમાન ખાનની કાર્બન કોપી? નવી તસવીરો જોઈને તમે પણ ચોંકી જશો!

Sufyan Nadiadwala| શું સાજિદ નાડિયાદવાલાનો પુત્ર સુફિયાન છે સલમાન ખાનની કાર્બન કોપી? નવી તસવીરો જોઈને તમે પણ ચોંકી જશો!

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Sufyan Nadiadwala| સોશિયલ મીડિયા પર અત્યારે જાણીતા પ્રોડ્યુસર સાજિદ નાડિયાદવાલાના પુત્ર સુફિયાન નાડિયાદવાલાની જોરદાર ચર્ચા ચાલી રહી છે. મુંબઈમાં એક ફિલ્મ સ્ક્રીનિંગ દરમિયાન જોવા મળેલા સુફિયાનને જોતા જ લોકો હેરાન રહી ગયા હતા. તેના, લુક્સ અને ફિઝિક જોઈને ઘણા લોકોને ૯૦ના દાયકાના સલમાન ખાનની યાદ આવી ગઈ હતી. વાયરલ થયેલા વીડિયોમાં સુફિયાન બ્લુ ટીશર્ટ અને કાનમાં બુટ્ટી પહેરેલા જોવા મળે છે, જે સલમાનના તે સમયના સ્ટાઈલ સ્ટેટમેન્ટ જેવો જ છે.

સોશિયલ મીડિયા પર પ્રતિભાવોનું ઘોડાપૂર

સુફિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ લોકોએ કમેન્ટ્સનો વરસાદ કરી દીધો છે. એક યુઝરે લખ્યું, ‘આ તો સલમાન ખાનનું યંગ વર્ઝન છે’, જ્યારે બીજા એક યુઝરે કમેન્ટ કરી કે, ‘જાણે ૯૦ના દાયકાનો સલમાન ખાન સામે આવી ગયો હોય!’ અમુક લોકોએ તેની તુલના વિજય વર્મા અને હોલીવુડ સ્ટાર ટોમ હોલેન્ડ સાથે પણ કરી છે, પરંતુ મોટાભાગના યુઝર્સ તેને ‘સલમાન ખાન જેવો જ’ માની રહ્યા છે.

કોણ છે સુફિયાન નાડિયાદવાલા?

સુફિયાન એ જાણીતા પ્રોડ્યુસર સાજિદ નાડિયાદવાલા અને તેમના પત્ની વર્ધા નાડિયાદવાલાના નાના પુત્ર છે. તેમના મોટા ભાઈ સુભાન નાડિયાદવાલા છે, જે શશાંક ખૈતાનની ફિલ્મ ‘એસી દીવાનગી’ દ્વારા ટૂંક સમયમાં બોલિવૂડમાં અભિનેતા તરીકે ડેબ્યૂ કરવાના છે. સુફિયાન હાલમાં ફિલ્મોમાં એન્ટ્રી કરવાનો કોઈ ઈરાદો ધરાવતા નથી, તેમ છતાં તેમની સ્ટાઈલ અને લુક્સ બોલિવૂડ સ્ટાર્સને ટક્કર આપે તેવા છે.

સઈ માંજરેકર સાથેના સંબંધોની ચર્ચા

સુફિયાનનું નામ વર્ષ ૨૦૨૨માં અભિનેત્રી સઈ માંજરેકર સાથે પણ જોડાયું હતું. તેઓ એક ફિલ્મની સ્ક્રીનિંગમાં સાથે જોવા મળ્યા હતા, જેનાથી ડેટિંગની અટકળો તેજ થઈ હતી. જોકે, સઈ માંજરેકરે આ તમામ અહેવાલોને નકારી કાઢ્યા હતા અને સ્પષ્ટ કર્યું હતું કે સુફિયાન તેમના બાળપણના મિત્ર છે. હાલમાં સુફિયાન તેની પર્સનલ લાઈફને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે.

👉 આ સમાચાર વાચો:
Cocktail 2 | દીપિકા પાદુકોણના ફેન્સ માટે ગુડ ન્યૂઝ ‘કૉકટેલ ૨’ માં ફરી એકવાર જોવા મળશે વેરોનિકાનો અંદાજ!

Diljit Dosanjh Delhi Concert Security દિલજીત દોસાંઝના દિલ્હી કોન્સર્ટ માટે અભેદ્ય સુરક્ષા કવચ ૨,૦૦૦ ગાર્ડ્સ તૈનાત, સ્ટેડિયમ ફરતે ૭૦૦ મીટર ‘નોકાર ઝોન’!
Ranbir Kapoor Ramayana Part 2 Delay રણબીર કપૂરની ‘રામાયણ’ ના ચાહકોને લાગી શકે છે મોટો ઝટકો પાર્ટ ૨ ની રિલીઝ ડેટ ટળી; સામે આવ્યું મોટું કારણ!
Ramayana Cast In KBC 18 KBC 18 ના મંચ પર ‘રામાયણ’ ની સ્ટારકાસ્ટ અમિતાભ બચ્ચન સાથે રણબીર કપૂરસાઈ પલ્લવીની જમાવટ, શેર કર્યા દિવાળીના કિસ્સા!
Aryan Khan New Project Genre શું નવા ઝોનરમાં એન્ટ્રી કરશે શાહરૂખ ખાનના પુત્ર? આર્યન ખાને શરૂ કરી નવા લેખકોની શોધખોળ!
Exit mobile version