Site icon News Continuous Bureau | Mumbai

Isha Ambani| મેટ ગાલામાં ભારતનો ડંકો ઈશા અંબાણીના આઉટફિટમાં દેખાઈ ભારતીય કારીગરીની તાકાત, જાણો શું છે આ ડ્રેસની ખાસિયત

Isha Ambani| મનીષ મલ્હોત્રા અને 'સ્વદેશ'ના કારીગરોએ તૈયાર કર્યો ખાસ ડ્રેસ કાંજીવરમથી લઈને બનારસી બ્રોકેડ સુધીની કળાનું સંગમ, ન્યૂયોર્કમાં જોવા મળી ભારતની ભવ્યતા.

Isha Ambani| મેટ ગાલામાં ભારતનો ડંકો ઈશા અંબાણીના આઉટફિટમાં દેખાઈ ભારતીય કારીગરીની તાકાત, જાણો શું છે આ ડ્રેસની ખાસિયત

Isha Ambani| મેટ ગાલામાં ભારતનો ડંકો ઈશા અંબાણીના આઉટફિટમાં દેખાઈ ભારતીય કારીગરીની તાકાત, જાણો શું છે આ ડ્રેસની ખાસિયત

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Isha Ambani| રિલાયન્સની નોનએક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા અંબાણી ન્યૂયોર્કમાં યોજાયેલી વૉગની ‘મેટ ગાલા પ્રીપાર્ટી’માં સામેલ થયા હતા. આ દરમિયાન ઈશા અંબાણીની ડ્રેસ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. આ ડ્રેસમાં ભારતના પરંપરાગત વારસા અને આધુનિક ફેશનનું અદ્ભુત મિશ્રણ જોવા મળ્યું હતું. સેલિબ્રિટી સ્ટાઈલિશ અનાયતા શ્રોફ દ્વારા સ્ટાઈલ કરવામાં આવેલી આ સ્ટ્રેપલેસ ડ્રેસમાં ઈશા અત્યંત સુંદર નજરે પડ્યા હતા.

ભારતના 26 અલગ-અલગ બોર્ડરથી બનેલી યુનિક ડ્રેસ

ઈશા અંબાણીની આ કસ્ટમ હેન્ડક્રાફ્ટેડ બેન્ડેજ ડ્રેસને મનીષ મલ્હોત્રાએ ઈશાના જ લેબલ ‘સ્વદેશ’ સાથે મળીને તૈયાર કરી છે. આ આઉટફિટને તૈયાર કરવા માટે સ્વદેશના કારીગરોએ 450 કલાકથી વધુની સખત મહેનત કરી છે. આ ડ્રેસની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં 26 અલગ-અલગ બોર્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ભારતની વિવિધ કળાઓ અને પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે.

કાંજીવરમથી બનારસી સુધીની કળાનું ફ્યુઝન

આ ડ્રેસમાં ઉત્તર પ્રદેશની જરી, પારસી ગારા વર્ક, માહેશ્વરી વણાટ, કાંજીવરમ રેશમ, પૈઠણી અને બનારસી બ્રોકેડ જેવી અનેક પ્રાચીન તકનીકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધીની ભારતીય સંસ્કૃતિની ઝલક આ એક જ ડ્રેસમાં જોવા મળી હતી. દરેક બોર્ડરનો પોતાનો ઈતિહાસ છે, જે મળીને કલ્ચર અને મોર્ડનિટીની એક ટેપેસ્ટ્રી રજૂ કરે છે.

4 મેના રોજ યોજાશે મેટ ગાલા 2026

78માં મેટ ગાલાનું આયોજન 4 મેના રોજ ન્યૂયોર્કમાં કરવામાં આવશે. ભારતીય સમય અનુસાર તેને 5 મેના રોજ સવારે 3:30 વાગ્યે વૉગની યુટ્યુબ ચેનલ પર લાઈવ જોઈ શકાશે. આ વર્ષે ભારત તરફથી કરણ જોહર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરા જેવી હસ્તીઓ રેડ કાર્પેટ પર જોવા મળે તેવી પ્રબળ શક્યતા છે. આ વર્ષની થીમ ‘કોસ્ચ્યુમ આર્ટ’ પર આધારિત છે.

👉 આ સમાચાર વાચો:
Lata Mangeshkar Horror Song| શું તમે સાંભળ્યું છે લતા મંગેશકરનું આ હોરર ગીત? ૬ દાયકા પહેલા આ ગીતે મચાવ્યો હતો ફફડાટ, જાણો રસપ્રદ કિસ્સો

Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Ambani Family Ganesh Visarjan અંબાણી પરિવારનું ધામધૂમથી ગણેશ વિસર્જન એન્ટિલિયા બહાર શ્લોકા અને રાધિકાનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Ravi Kishan Viral Meme Song ‘મની ફોલોઝ માય બ્રધર…’ રવિ કિશનનો વાયરલ મીમ બન્યો ગીત, ટીસિરીઝ સાથે મળીને મચાવી ધૂમ
Exit mobile version