Site icon

સોનુ સુદના ઘરે સતત ત્રીજા દિવસે ઇન્કમટેક્સના દરોડા, શિવસેનાએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર 

આવકવેરા વિભાગે અભિનેતા સોનુ સૂદના ઘર અને ઓફિસ સહિત 6 સ્થળો પર સતત ત્રીજા દિવસે દરોડા પાડ્યા છે. 

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ફિલ્મોમાંથી મળતી ફીમાં ટેક્સની ગડબડ જોવા મળી છે.

આ અનિયમિતતાઓ બાદ હવે આવકવેરા વિભાગ સોનુ સૂદના ચેરિટી ફાઉન્ડેશનના ખાતાઓની પણ તપાસ કરશે. 

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ મામલે સંબંધિત તમામ સવાલોના જવાબ આપવા માટે આવકવેરા વિભાગ આજે સાંજે પત્રકાર પરિષદ યોજી શકે છે.

સોનું સૂદને ત્યાં આઈટીની રેડને લઈને શિવસેનાએ કેન્દ્રમાં ભાજપ સરકાર પર નિશાનો સાધ્યો છે. 

પાર્ટીના મુખપત્ર સામનામાં પ્રકાશિત સંપાદકિય આર્ટીકલના માધ્યમથી શિવસેનાએ ‘ખુન્નસ કાઢવા’ની વાત ગણાવી છે. 

આ ઉપરાંત અભિનેતા પર થયેલી કાર્યવાહીની આડમાં મહારાષ્ટ્રમાં મંત્રીઓની વિરુદ્ધ જારી તપાસ એજન્સીની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે સોનુ સૂદ પર આ કાર્યવાહી બુધવારથી શરૂ થઈ છે અને મુંબઈ અને લખનઉની 6 મિલકતોની તપાસ કરવામાં આવી છે.

જન્મદિવસ નરેન્દ્ર મોદીનો અને ટ્રૉલ થયા રાહુલ ગાંધી, સોશિયલ મીડિયા પર ધમાલ; જાણો વિગત

Karan Johar: કરણ જોહરને ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ માટે નેશનલ એવોર્ડ મળતાં થયો ભાવુક, કહી આવી વાત
Gauri Khan On Shah Rukh Khan National Award: શાહરુખ ખાનને ‘જવાન’ માટે પ્રથમ નેશનલ એવોર્ડ મળતા ખુશ થઇ પત્ની, ગૌરી ખાને કિંગ ખાન માટે લખી આવી નોટ
Avika Gor: ‘બાલિકા વધૂ’ ફેમ અવિકા ગોરે તેના લગ્ન નું કાર્ડ શેર કરી કહી આવી વાત
Shahrukh khan: શાહરુખ ખાનને મળ્યો નેશનલ એવોર્ડ, પણ ઇનામની રકમ 2 લાખ ને બદલે મળશે 1 લાખ, જાણો શું છે કારણ
Exit mobile version