Site icon

જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફ સાથે થઇ છેતરપિંડી, સાંતાક્રુઝ પોલીસમાં નોંધાવી ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો

પોલીસે જણાવ્યું કે આયેશા શ્રોફે દાવો કર્યો કે તેની સાથે 58.53 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.

jackie shroff wife ayesha shroff files complaint in santacruz police station

જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફ સાથે થઇ છેતરપિંડી, સાંતાક્રુઝ પોલીસમાં નોંધાવી ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

અભિનેતા જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે. પોલીસે જણાવ્યું કે આયેશ શ્રોફે દાવો કર્યો છે કે તેની સાથે 58.53 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ભારતીય દંડ સંહિતાની કલમ 408, 420, 465, 467, 468 અને 471 હેઠળ એલન ફર્નાન્ડિસ વિરુદ્ધ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

 

આયેશા શ્રોફે નોંધાવ્યો છેતરપીંડીનો કેસ 

સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી એલન ફર્નાન્ડિસ ની 20 નવેમ્બર 2018ના રોજ એમએમએ મેટ્રિક્સ કંપનીમાં ડાયરેક્ટર ઓફ ઓપરેશન્સ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. એમએમએ મેટ્રિક્સ જિમ ટાઇગર શ્રોફનું છે અને તે ફિલ્મના કામમાં વ્યસ્ત હોવાથી તેની માતા આયેશા ત્યાંની તમામ પ્રવૃત્તિઓનું ધ્યાન રાખતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, એલન ફર્નાન્ડિસને એમએમએ મેટ્રિક્સ કંપનીએ 3 લાખ રૂપિયાના માસિક પગાર પર માર્શલ આર્ટની તાલીમ આપવા માટે રાખ્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર, એલન ફર્નાન્ડિસે એમએમએ મેટ્રિક્સ કંપની દ્વારા ભારતમાં અને ભારતની બહાર કુલ 11 ટૂર્નામેન્ટનું આયોજન કરવા માટે ઘણા પૈસા લીધા હતા અને ડિસેમ્બર 2018 થી જાન્યુઆરી 2023 દરમિયાન માર્શલ આર્ટની તાલીમ લેતા લોકોની કુલ ફીની રકમ એકઠી કરી હતી. જીમ ની કંપનીના બેંક ખાતામાં રૂ. 58,53,591 જમા કરાવવાને બદલે તેને પોતાના ICICI બેંક ખાતામાં રાખ્યા હતા. તેમજ અમુક રકમ રોકડમાં લઈને કંપની સાથે છેતરપિંડી કરી હતી.તેમજ એમએમએ મેટ્રિક્સ કંપની નું નકલી લેટર હેડ બનાવીને તેના પર સહી કરીને પોતાના ફાયદા માટે ઉપયોગ કરવા બદલ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો: શનાયા કપૂરના ડાન્સ મૂવ્સ એ નેટીઝન્સને કર્યા મંત્રમુગ્ધ, ડાન્સ જોયા પછી લોકો એ કરી આ અભિનેત્રી સાથે તેની સરખામણી, જુઓ વિડીયો

KRK Sent to Jail: ઓશિવારા ફાયરિંગ કેસમાં કેઆરકેની મુશ્કેલી વધી, મુંબઈ કોર્ટે જામીન નકારતા ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
Adrija Roy Engagement: તમિલ રીતિ-રિવાજ મુજબ અદ્રિજા રોયની રિંગ સેરેમની; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સગાઈની સુંદર તસવીરો
Dhurandhar 2 Update: ‘ધુરંધર 2’ વિશે ફેલાયેલા પાકિસ્તાન કનેક્શનના દાવા ખોટા! મુંબઈમાં શૂટિંગની અસલી સત્યતા અને રણવીરની ફિલ્મની રિલીઝ ડેટ જાણી લો
O Romeo Song Out: ‘’આશિકોં કી કોલોની’ માં શાહિદના ડાન્સે લગાવી આગ, પણ દિશા પટનીના લુકે ફેન્સને કર્યા નિરાશ; સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ
Exit mobile version