Site icon

શું જેકલીન ફર્નાન્ડીઝ અને ઠગ સુકેશની લવ-સ્ટોરી સ્ક્રીન પર જોવા મળશે? મેકર્સ વચ્ચે ચાલી રહી છે આવી જ કંઈક ચર્ચા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર

છેલ્લા કેટલાક દિવસોથી જેકલીન ફર્નાન્ડિસ અને ઠગ સુકેશ ચંદ્રશેખરનો મામલો સતત ચર્ચામાં છે. સુકેશ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં જેકલીનનું નામ પણ સામે આવ્યું છે, ત્યારબાદ તેની પણ પૂછપરછ કરવામાં આવી હતી. મોટા અમીરોને છેતરનાર અને અનેક અભિનેત્રીઓ ઉપર  કરોડો રૂપિયા લૂંટાવનાર સુકેશ ચંદ્રશેખર હાલમાં તિહાર જેલમાં બંધ છે.જેકલીન ફર્નાન્ડીઝ ઉપરાંત EDએ આ કેસમાં નોરા ફતેહીની પણ પૂછપરછ કરી છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન એવા સમાચાર છે કે જેકલીન અને સુકેશ ચંદ્રશેખરની લવસ્ટોરી પર ફિલ્મ અથવા વેબ સિરીઝ બની શકે છે.

થોડા દિવસો પહેલા જેકલીન અને સુકેશની એક સાથે એક તસવીર વાયરલ થઈ હતી, જે બાદ અટકળો શરૂ થઈ હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. હવે એવા અહેવાલ છે કે કેટલાક નિર્માતાઓ તેની વાર્તામાં રસ લઈ રહ્યા છે. મીડિયા ના એક રિપોર્ટ અનુસાર, જેકલીન અને સુકેશનો મામલો ડોક્યુમેન્ટરી અથવા સીરિઝ માટે પરફેક્ટ છે. કેટલાક નિર્માતાઓ ચર્ચા કરી રહ્યા છે કે તેને ફિલ્મ અથવા વેબ શોમાં કેવી રીતે ફેરવી શકાય.રિપોર્ટ અનુસાર, સીરિઝ કે ફિલ્મમાં સુકેશ અને જેકલીનનો રોલ કોણ કરશે તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે. આ માટે કેટલાક નામોની પણ ચર્ચા થઈ રહી છે.

સુઝાન ખાને અર્સલાન ગોનીના જન્મદિવસને બનાવ્યો ખાસ, રુમર્ડ બોયફ્રેન્ડ માટે લખી પોસ્ટ ; જાણો વિગત

ED દ્વારા બહાર પાડવામાં આવેલી તપાસમાં ખુલાસો થયો છે કે ઠગ સુકેશ ચંદ્રશેખર અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને શ્રદ્ધા કપૂર સાથે પણ સંબંધ ધરાવે છે. જ્યારે સુકેશે જેકલીન અને નોરાને કરોડોની મોંઘી અને લક્ઝરી ગિફ્ટ આપી હતી, તો તેણે ડ્રગ્સના કેસમાં શ્રદ્ધા કપૂરને પણ મદદ કરી હતી. જેક્લિને પૂછપરછ દરમિયાન સુકેશ ચંદ્રશેખર સાથે સંપર્ક હોવાની કબૂલાત કરી હતી પરંતુ મની લોન્ડરિંગમાં સામેલ હોવાનો ઇનકાર કર્યો હતો.ડી અધિકારીઓને આપેલા નિવેદનમાં સુકેશે જણાવ્યું છે કે તે શ્રદ્ધા કપૂરને 2015થી ઓળખે છે. સુકેશે એવો પણ દાવો કર્યો છે કે જ્યારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) કેસમાં તેનું નામ આવ્યું ત્યારે પણ તેણે શ્રદ્ધાને મદદ કરી હતી. અન્ય બોલિવૂડ સેલેબ્સ વિશે વાત કરતાં, સુકેશે ખુલાસો કર્યો કે તે નિર્માતા હરમન બાવેજાને પણ ઓળખે છે અને કાર્તિક આર્યનની આગામી ફિલ્મ 'કેપ્ટન' ને સહ-નિર્માણ કરવાની યોજના બનાવી રહ્યો છે.સુકેશે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું છે કે તેણે શિલ્પા શેટ્ટીનો પણ સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સુકેશે શિલ્પા સાથે તેના જેલમાં બંધ પતિ રાજ કુન્દ્રાના જામીન અંગે વાત કરી હતી.

KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!
Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!
Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ
Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!
Exit mobile version