Site icon

Vash 2: ‘વશ 2’માં ફરીથી જોવા મળશે જાનકી બોડીવાલા , રશ્મિકા મંદાના સાથે નો શેર કર્યો અનુભવ

Vash 2: જાનકી બોડીવાલા તેની ગુજરાતી ફિલ્મ વશ 2 માં જોવા મળશે તાજેતર માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેને તેના સંઘર્ષના દિવસોની યાદ તાજી કરી

Janaki Bodiwala to Reprise Her Role in Dark Thriller ‘Vash 2’, Recalls Room Sharing with Rashmika Mandanna

Janaki Bodiwala to Reprise Her Role in Dark Thriller ‘Vash 2’, Recalls Room Sharing with Rashmika Mandanna

News Continuous Bureau | Mumbai

Vash 2: ‘શૈતાન’ અને ‘વશ’ જેવી ફિલ્મોથી દર્શકોના દિલમાં સ્થાન બનાવનાર અભિનેત્રી જાનકી બોડીવાલા  હવે ‘વશ 2’માં ફરીથી આર્યા તરીકે જોવા મળશે. આ ફિલ્મ 27 ઓગસ્ટ, 2025ના રોજ ગણેશ ચતુર્થીના અવસરે રિલીઝ થવાની છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જાનકી બોડીવાલા એ પોતાના સંઘર્ષના દિવસોની વાત કરી અને ખુલાસો કર્યો કે તે રશ્મિકા મંદાના સાથે રૂમ શેર કરી ચૂકી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : War 2: ‘વોર 2’ એ 7મા દિવસે કરી 5.50 કરોડની કમાણી, જાણો ઋતિક રોશન અને જુનિયર એનટીઆરની ફિલ્મ ના બોક્સ ઓફિસ આંકડા

જાનકી બોડીવાલા એ રશ્મિકા સાથે રૂમ શેર કર્યાની વાત કરી

જાનકી બોડીવાલા એ જણાવ્યું કે 2014માં તે ‘ટાઈમ્સ ક્લીન એન્ડ ક્લિયર’ બ્યુટી કોમ્પિટિશનમાં ભાગ લેનાર ગુજરાતની વિજેતા હતી, જ્યારે રશ્મિકા મંદાના સાઉથથી વિજેતા હતી. બંનેએ મુંબઈમાં એક રૂમ શેર કર્યો હતો. “મને ખબર નથી કે તેને યાદ છે કે નહીં, પણ અમે એકસાથે રહ્યા હતા,” એમ તેણે કહ્યું.જાનકી ‘વશ 2’માં ફરીથી આર્યા તરીકે જોવા મળશે. તેણે જણાવ્યું કે આ ફિલ્મ પહેલાની તુલનાએ 100 ગણા વધુ ડાર્ક હશે. ફિલ્મમાં મોનલ ગજ્જર, હિતેન કુમારઅને હિતુ કનોડિયા પણ મહત્વની ભૂમિકામાં છે. ‘વશ’નો પહેલો ભાગ 2023માં રિલીઝ થયો હતો અને તેને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો.


જાનકી બોડીવાલા હવે ‘શૈતાન 2’ના હિન્દી વર્ઝનમાં પણ જોવા મળશે, જેમાં અજય દેવગન, આર માધવન અને જ્યોતિકા પણ મુખ્ય ભૂમિકામાં છે. ‘શૈતાન’માં તેના અભિનયને ખૂબ પ્રશંસા મળી હતી અને ‘વશ’ માટે તેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Param Sundari OTT: એક ટ્વીસ્ટ સાથે ઓટિટિ પર રિલીઝ થઇ સિદ્ધાર્થ અને જાહ્નવી ની ફિલ્મ પરમ સુંદરી, જાણો વિગતે
Mahabharat Returns: 37 વર્ષ બાદ મહાભારતની ધમાકેદાર વાપસી, હવે AI અવતારમાં OTT અને ટીવી પર મચાવશે ધૂમ, જાણો કયારે જોઈ શકશો આ મહાકાવ્ય
Lag Ja Gale: ટાઈગર શ્રોફ અને જાહ્નવી કપૂર ની ફિલ્મ લગ જા ગલે માં થઇ આ અભિનેતા ની એન્ટ્રી, ફિલ્મ માં જોવા મળશે રોમેન્ટિક એક્શન ડ્રામા
Hrithik Roshan OTT Debut: ફિલ્મો બાદ હવે ઓટીટી પર પણ ધૂમ મચાવશે રિતિક રોશન, આ વેબ સિરીઝ થી કરશે ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ
Exit mobile version