Site icon News Continuous Bureau | Mumbai

આ ટચૂકડી અભિનેત્રીએ પણ 39 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું. જાણો કોણ છે અભિનેત્રી અને ક્યાં ખરીદ્યું ઘર..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

04 જાન્યુઆરી 2021

દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાન્હવી કપૂર અને નિર્માતા બોની કપૂર મળીને 39 કરોડ રૂપિયામાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. જાન્હવી કપૂરે 7 ડિસેમ્બર, 2020 ના રોજ એક ટ્રિપ્લેક્સની ડીલને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ફ્લેટ આ બિલ્ડિંગના 14, 15 અને 16 મા ફ્લોર પર ફેલાયેલા છે.

જ્હન્વી કપૂરે જે બિલ્ડિંગમાં ફ્લેટ ખરીદ્યો તે મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલી છે. દસ્તાવેજો મુજબ ફ્લેટના કાર્પેટ એરિયા 3456 ચો.ફી. છે. જુહુમાં જેવીપીડી સ્કીમ એક એવો વિસ્તાર છે જ્યાં ઘણાં એ ગ્રેડ સેલેબ્રીટીઝ રહે છે અને જાન્હવી કપૂરનું નવું સરનામું પણ હવે જેવીપીડી થયુ છે.

23 વર્ષીય અભિનેત્રીએ 10 ડિસેમ્બરે પોતાના ઘરની નોંધણી અને સ્ટેમ્પ ડ્યૂટી ભરી ફાઇનલ ડીલ કરી છે.  નોંધણી માટે તેને 78 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. આ બિલ્ડિંગમાં જ્ન્હવી કપૂરે છ કાર પાર્કિંગ પણ ખરીદયા છે.

નોંધનીય છે કે, શાહિદ કપૂરના ભાઈ અને અભિનેતા ઈશાન ખટ્ટર સાથે ફિલ્મ ધડકથી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. આ મૂવી સુપરહિટ મરાઠી ફિલ્મ શેરાટની રીમેક હતી. ઉલ્લેખનીય છે કે, લોકડાઉન દરમાયન ઘણા ફિલ્મ સ્ટારોએ મિલકતમાં રોકાણ કરી કરકરે જે ભાવ ધટાડો કર્યો છે તેનો ફાયદો ઉઠાવ્યો છે.

Varun Dhawan Kriti Sanon Project OTT Release ‘ભેડિયા ૨’ પહેલાં ફરી સાથે આવ્યા વરુણ ધવન અને કૃતિ સેનન આ તારીખે જિયો હોટસ્ટાર પર થશે રિલીઝ
Priyanka Chopra Nick Jonas Karwa Chauth હોલીવૂડમાં દેશી ગર્લનો ભારતીય અંદાજ પ્રિયંકા ચોપરાએ લોસ એન્જલસમાં કરી કરવાચોથની વિધિવત્ પૂજા; તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
PVR INOX Q2 Profit Surge પીવીઆર આઇનોક્સના Q2 પરિણામોમાં ધમાકો નેટ પ્રોફિટ ૧૪૯ ટકા વધીને ₹૨૬૩ કરોડ નોંધાયો; આવકમાં પણ જોરદાર વૃદ્ધિ
Ambani Grandkids Steal Limelight At Jio Event દુનિયાના ધનિક પરિવારના બાળકો પણ આટલાં તોફાની હોય? મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીની આખા હોલમાં દોડાદોડ; જુઓ મજેદાર વિડીયો
Exit mobile version