News Continuous Bureau | Mumbai
Janhvi kapoor: શ્રીદેવી ની પુત્રી જ્હાન્વી કપૂરે ફિલ્મ ધડક થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું. પોતાની દીકરી ની પ્રથમ ફિલ્મ જોવા અભિનેત્રી રહી નહોતી, શ્રીદેવી ના અચાનક નિધનના સમાચારે પુરી ઇન્ડસ્ટ્રી માં હલચલ મચાવી દીધી હતી. હવે શ્રીદેવી ની ઝલક તેની મોટી પુત્રી જ્હાન્વી કપૂર માં જોવા મળી રહી છે. જ્હાન્વી ને પણ તેની માતા ની જેમ ક્લાસિકલ ડાન્સનો ખૂબ શોખ છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ડાન્સ ના વીડિયો પોસ્ટ કરતી જોવા મળે છે. હાલમાં જ જ્હાન્વી એ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક મંત્રમુગ્ધ કરનાર વીડિયો શેર કર્યો જેમાં તે પીતી ઝિન્ટા ના આઇકોનિક ટ્રેક ‘જિયા જલે’ પર પરફોર્મ કરી રહી છે.
જ્હાન્વી કપૂરે શેર કર્યો વિડીયો
અભિનેત્રી દ્વારા શેર કરવામાં આવેલ વિડીયો જ્હાન્વી કપૂર સફેદ અનારકલી સૂટમાં ક્લાસિકલ ડાન્સ કરતી જોવા મળી શકે છે. આ વિડીયો માં જ્હાન્વી મેકઅપ-ફ્રી લુકમાં જોવા મળી રહી છે, તેના વાળ બાંધેલા છે અને તેણે ઈયરિંગ્સ પહેરી છે. તે પ્રીતિ ઝિન્ટા ના આઇકોનિક ટ્રેક ‘જિયા જલે’ પર પરફોર્મ કરતી જોવા મળી રહી છે. જ્હાન્વી એ વિડીયો સાથે કેપ્શન આપ્યું, ‘ક્રિકેટની ઇજાઓ બાદ આખરે ડાન્સ ક્લાસમાં પાછા ફર્યા.’ અભિનેત્રીએ તેની આગામી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના શૂટિંગ દરમિયાન થયેલી ઇજાઓનો ઉલ્લેખ કર્યો છે.
જ્હાન્વી કપૂર ના આ વીડિયોને 5.4 મિલિયન વ્યૂઝ મળી ચુક્યા છે. તમને જણાવી દઈએ કે, આ ગીત 1998ની ફિલ્મ ‘દિલ સે’નું છે. આ ગીત પ્રીતિ ઝિન્ટા અને શાહરુખ ખાન પર ફિલ્માવવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચોઃ Farah Khan: ‘ઓમ શાંતિ ઓમ’ ના આ ગીત ના શૂટિંગ માટે શાહરુખ ખાને 2 દિવસ સુધી નહોતું પીધું પાણી, ફરાહ ખાને શેર કર્યો કિસ્સો
