Site icon News Continuous Bureau | Mumbai

જાહ્નવી કપૂરે કર્યો મોટો ખુલાસો- પોતાનું EMI ભરવા માટે સોશિયલ મીડિયા પર કરે છે આ કામ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ સેલેબ્સની સોશિયલ મીડિયા પોસ્ટ્સ (social media post)હંમેશા ચર્ચામાં રહે છે. તમે સોશિયલ મીડિયા પર અભિનેત્રીઓની ઘણી સુંદર અને ગ્લેમરસ તસવીરો જોઈ હશે. પરંતુ હવે જાહ્નવી કપૂરે આ તસવીરો પાછળનું પોતાનું સત્ય જણાવ્યું છે. જાહ્નવી કપૂરને સોશિયલ મીડિયા ક્વીન (social media queen)કહેવામાં આવે તો ખોટું નહીં હોય, તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સુંદર તસવીરોથી ભરેલું છે.જાહ્નવી ફિલ્મોમાંથી તગડી ફી લે છે પરંતુ શું તમે જાણો છો કે જાહ્નવી સોશિયલ મીડિયામાંથી પણ ઘણી કમાણી(earn social media) કરે છે. હાલમાં જ જાહ્નવી કપૂરે એક ઈન્ટરવ્યુ આપ્યો છે, જેમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયાથી થતી કમાણીનો ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Channel

જાહ્નવી કપૂરે તેના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં તેના રીલ અને રિયલ લાઈફ(reel and real life) વિશે વાત કરી. અભિનેત્રીએ કહ્યું, ‘ઘણી વખત લોકોએ મને આ પ્રશ્ન પૂછ્યો છે કે ફિલ્મોમાં મેં ઘણીવાર મધ્યમ વર્ગની દેખાતી છોકરીની ભૂમિકા ભજવી છે, પરંતુ સોશિયલ મીડિયા પર હું સંપૂર્ણપણે અલગ છું. મારી આ બે પ્રકારની ઈમેજ(two image) લોકો દ્વારા સ્વીકારવામાં આવી નથી. પણ મને તેની પરવા પણ નથી. મેં મનીષ મલ્હોત્રાની(Manish Malhotra) સાડી અને પાયજામા ટી-શર્ટમાં પણ જોવા મળી છે. તેનાથી લોકોના મનમાં મારી બે ઈમેજ ઊભી થાય છે.વધુમાં, જાહ્નવી કપૂરે કહ્યું, ‘મારો એક માત્ર પ્રયાસ છે કે હું મારી પોતાની વાસ્તવિક છબી સાથે લોકો સુધી પહોંચું. મને વાસ્તવિક જીવનમાં જે પણ પાત્રો મળે છે, હું તેને સારી રીતે ભજવું છું અને હું એ પણ માનું છું કે એક કલાકાર(actor) તે છે જે તેના વાસ્તવિક જીવનને અલગ રાખે છે અને રીલમાં તેના પાત્રને સારી રીતે ભજવે છે.

આ સમાચાર પણ વાંચો: Kareena Kapoor Dress- હિરોઈનના કપડા પાછળ અડધાથી વધુ બજેટ ખર્ચાઈ ગયું-બેબો માટે 1-5 કરોડના ડ્રેસ બનાવવામાં આવ્યો હતો

જાહ્નવી કપૂરે સોશિયલ મીડિયાથી થતી કમાણી વિશે વાત કરતા કહ્યું, ‘સોશિયલ મીડિયા મારા જીવનનો એક ભાગ છે. આ પોસ્ટ સાથે, હું ખાતરી કરવાનો પ્રયાસ કરું છું કે બ્રાન્ડ્સ મને સમર્થન (brands)માટે સંપર્ક કરે જેથી હું મારા EMI ચૂકવી શકું. હું જીવનમાં કોઈ પણ બાબતને વધારે ગંભીરતાથી લેવા માંગતી નથી. સોશિયલ મીડિયા(social media) માટે હું માનું છું કે જો હું ક્યૂટ દેખાઈશ તો વધુ પાંચ લોકો મારો ફોટો જોશે. તેનાથી મને બ્રાન્ડ્સ મળશે અને મારી કમાણી(earning) પણ વધુ થશે. હું સરળતાથી EMI ચૂકવી શકીશ.’ તમને જણાવી દઈએ કે, જાહ્નવી કપૂરની ફિલ્મ ‘મિલી'(Milli) 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

Ranbir Kapoor Ramayana Tax Free રણબીર કપૂરની મેગા બજેટ ફિલ્મ ‘રામાયણ’ ટેક્સ ફ્રી જાહેર, વિજયાદશમીના પર્વે કરાઈ મોટી જાહેરાત
Ramayan Kumbhakaran Vadh Scene રામાયણમાં કેવી રીતે શૂટ થયો હતો કુંભકર્ણ વધનો સીન? આ ટેકનિકથી કપાયા હતા હાથ, ધડ અને માથું
Ali Asgar Kapil Sharma Show ક્યાં છે અલી અસગર? વર્ષો પહેલાં કેમ છોડ્યો ‘ધ કપિલ શર્મા શો’? ઈન્ટરવ્યુમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Exit mobile version