ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
15 જાન્યુઆરી 2021
બોલિવૂડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાન્હવી કપૂર પોતાની ખુબસુરતી, કલાકારી અને ડાન્સિંગને લઇને હેડલાઈન્સ માં રહે છે. અભિનેત્રી પોતાના પિતા બોની કપૂર સાથે ખુબ જ ક્લોઝ છે અને તેના સોશ્યલ મિડીયા પર પણ આ વાત જોવા મળે છે. હાલમાં જ અભિનેત્રીએ પોતાના પિતા સાથે જૂઠું બોલાવવાનું કબૂલ્યું છે. અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે, તે એક વાર તેના પિતા બોની કપૂરને ખોટુ કહીને લાસ વેગાસ જતી રહી હતી.
તાજેતરમાં જ કરિના કપૂર ખાનના ચેટ શો ‘વોટ વુમન વોન્ટ’માં જાન્હવીએ કહ્યું કે, ટીનેજમાં તમે થોડા બાગી થઇ જતા હોવ છો અને તે કરી બેસતા હોવ છો જે તમારે ન કરવું જોઇએ. તે જ રીતે હું પણ જુઠ્ઠુ બોલીને લોસ એન્જલસથી લાસ વેગસની ફ્લાઇટ પકડી લીધી હતી. સાંજ સુધી આમ તેમ ફરી અને રાત્રે ઘરે પહોંચી ગઇ હતી.
ઉલ્લેખનીય છે કે જ્હાન્વી કપૂરે ફિલ્મ 'ધડક'થી બોલિવિુડમાં ડેબ્યૂ કર્યુ હતું. હાલ તે પંજાબમાં "ગુડ લુક જેરી" ફિલ્મ નું શૂટિંગ શરૂ કર્યું છે. ફિલ્મના નિર્માતા આનંદ એલ રાયની કલર યલો પ્રોડક્શન્સ દ્વારા સપોર્ટેડ આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ સેનગુપ્તા અને પંકજ મટકાએ કર્યું છે. છેલ્લી વખત તે કરણ જોહરની વેબ સિરીઝ ‘ગુંજન સક્સેના : ધ કારગિલ ગર્લ’ માં જોવા મળી હતી.
