Site icon

Janhvi kapoor: મહાકાલ ની શરણ માં પહોંચી જ્હાન્વી કપૂર, આ વ્યક્તિ સાથે લીધા બાબા ભોલેનાથ ના આશીર્વાદ, જુઓ વિડીયો

Janhvi kapoor: જ્હાન્વી કપૂર અવારનવાર તેના કથિત બોયફ્રેન્ડ શિખર પહાડીયા સાથે મંદિર ની મુલાકાત લેતી હોય છે. આ દરમિયાન જ્હાન્વી કપૂર જ્હાનવી કપૂરે તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે ઉજ્જૈનના મહાકાલ મંદિરની મુલાકાત લીધી હતી. ' જ્હાન્વી-શિખરના ઘણા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

janhvi kapoor with boy friend shikhar pahariya visit ujjain mahakaleshwar temple

janhvi kapoor with boy friend shikhar pahariya visit ujjain mahakaleshwar temple

News Continuous Bureau | Mumbai

Janhvi kapoor: જ્હાન્વી કપૂર તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની લવ લાઈફ ને કારણે વધુ ચર્ચામાં રહે છે. હાલમાં જ્હાન્વી નું નામ શિખર પહાડીયા સાથે જોડવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર બંને કેટલાય સમય થી એકબીજા ને ડેટ કરી રહ્યા છે. આ બધા સમાચાર વચ્ચે જ્હાન્વી કપૂર તેના બોયફ્રેન્ડ સાથે ઉજ્જૈન ના મહાકાલ મંદિરે પહોંચી હતી. અહીં તેને ભસ્મ આરતી માં પણ ભાગ લીધો હતો. જ્હાન્વી સાથે તેના બોયફ્રેન્ડ શિખર પહાડીયા ઉપરાંત જવાન ના ડિરેક્ટર એટલી કુમાર પણ જોવા મળ્યો હતો. 

Join Our WhatsApp Community

 

 જ્હાન્વી કપૂરે લીધો ભસ્મ આરતી માં ભાગ 

જ્હાન્વી કપૂર અને તેના કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા ના ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં એકસાથે પૂજા કરતી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન જ્હાન્વી ગુલાબી કલર ની સિમ્પલ સાડી માં જોવા મળી હતી. જ્યારેકે શિખર પહાડીયા એ સફેદ કલર નો ઝભ્ભો પહેર્યો હતો. બંને જન બાબા ભોલેનાથ ના ભજન ગાતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત જ્હાન્વી અને શિખર ની પાછળ જવાન ડાયરેક્ટર એટલી કુમાર તેની પત્ની સાથે જોવા મળ્યો હતો. 


જ્હાન્વી કપૂર ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમય માં રાજકુમાર રાવ સાથે મિસ્ટર એન્ડ મિસિસ માહી માં જોવા મળશે. 

આ સમાચાર પણ વાંચોઃ Janhvi kapoor: જાહ્નવી કપૂરે ફ્લોરલ સાડી માં લગાવ્યા ઠુમકા, અભિનેત્રી નો ડાન્સ જોઈ ચાહકો થયા દીવાના

Vijay and Trisha Krishnan Wedding Rumors:વિજય અને તૃષા કૃષ્ણન ટૂંક સમયમાં કરશે લગ્ન? અભિનેત્રીની માતાના એક રિએક્શનથી સોશિયલ મીડિયા પર અટકળો તેજ
TMKOC: ભવ્ય ગાંધી નહીં પણ આ એક્ટરનો ભાઈ હતો શોનો પહેલો ‘ટપ્પુ’! મોહસીન ખાને વર્ષો જૂના રહસ્ય પરથી ઉંચક્યો પડદો.
Tum Dena Saath Mera: ટીવી પર ફરી જામશે શ્રુતિ-શબ્બીરની જોડી! સ્ટાર પ્લસના નવા શો ‘તુમ દેના સાથ મેરા’નું ટીઝર આઉટ, ફેન્સ થયા ગદગદ
Nora Fatehi Sarke Chunar Song Controversy: નોરા-સંજય દત્તનું નવું ગીત ‘સરકે ચુનર’ વિવાદોમાં: ‘ભદ્દા’ ડાન્સ સ્ટેપ્સ અને અશ્લીલ લિરિક્સ જોઈ જનતા લાલઘૂમ, સોશિયલ મીડિયા પર બહિષ્કારની માંગ
Exit mobile version