Site icon News Continuous Bureau | Mumbai

Janki Bodiwala: ડેન્ટિસ્ટમાંથી નેશનલ એવોર્ડ વિજેતા સ્ટાર: અજય દેવગણની પુત્રી બની શરૂઆત કરી અને હવે ‘મર્દાની 3’ માં પોલીસ બની મચાવી રહી છે ધૂમ

Janki Bodiwala: ગુજરાતી સુપરસ્ટાર જાનકી બોડીવાલાની બોલિવૂડમાં ઉંચી ઉડાન; રાની મુખર્જી સાથે પોલીસ ઓફિસરના રોલમાં દેખાઈ, 'વશ' ફિલ્મ માટે જીત્યો છે રાષ્ટ્રીય પુરસ્કાર.

Janki Bodiwala Shines in 'Mardaani 3' After Impressive Bollywood Debut in 'Shaitaan

Janki Bodiwala Shines in 'Mardaani 3' After Impressive Bollywood Debut in 'Shaitaan

News Continuous Bureau | Mumbai

Janki Bodiwala: ગુજરાતી ફિલ્મ જગત પર રાજ કરનારી ટેલેન્ટેડ અભિનેત્રી જાનકી બોડીવાલા અત્યારે બોલિવૂડમાં છવાયેલી છે. અજય દેવગણ, આર. માધવન અને રાની મુખર્જી જેવા દિગ્ગજ સિતારાઓ સાથે સ્ક્રીન શેર કરી ચુકેલી જાનકીએ સાબિત કરી દીધું છે કે પ્રતિભા કોઈ ભાષાની મહોતાજ હોતી નથી. જાનકી બોડીવાલાએ માત્ર 20 વર્ષની ઉંમરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો, પરંતુ તે પહેલા તેણે ગાંધીનગરથી બેચલર ઓફ ડેન્ટલ સર્જરી (BDS) ની ડિગ્રી મેળવી હતી. એટલે કે, અભિનેત્રી બનતા પહેલા તે એક ડેન્ટિસ્ટ હતી. તેણે વર્ષ 2019 માં મિસ ઈન્ડિયા સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Animal Park Update: ‘એનિમલ પાર્ક’ માં રણબીર કપૂરનો ડબલ ડોઝ: સંદીપ રેડ્ડી વાંગાએ શૂટિંગની તારીખ કરી કન્ફર્મ; જાણો કેવી હશે વાર્તા

‘છેલ્લો દિવસ’ થી ‘વશ’ સુધીની સફર

જાનકીએ તેની પહેલી જ ફિલ્મ ‘છેલ્લો દિવસ’ થી લોકોના દિલ જીતી લીધા હતા. જોકે, તેના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ ગુજરાતી સુપરનેચરલ થ્રિલર ‘વશ’ સાબિત થઈ. આ ફિલ્મમાં તેની ભયાનક એક્ટિંગ માટે તેને 71મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ’ નો નેશનલ એવોર્ડ મળ્યો છે.ગુજરાતી ફિલ્મ ‘વશ’ ની ઓફિશિયલ હિન્દી રીમેક ‘શૈતાન’ દ્વારા જાનકીએ બોલિવૂડમાં એન્ટ્રી કરી. આ ફિલ્મમાં તેણે અજય દેવગણ અને જ્યોતિકાની પુત્રી ‘જાહ્નવી’ નો રોલ ભજવ્યો હતો. આર. માધવન સાથેના તેના સીન્સ જોઈને પ્રેક્ષકો દંગ રહી ગયા હતા. આ ફિલ્મની સફળતા બાદ હવે તેના સિક્વલની પણ તૈયારીઓ ચાલી રહી છે.


વર્ષ 2026 ની શરૂઆત જાનકી માટે ખૂબ જ શાનદાર રહી છે. રાની મુખર્જીની બ્લોકબસ્ટર ફ્રેન્ચાઈઝી ‘મર્દાની 3’ માં તે કોન્સ્ટેબલ ફાતિમા અનવરના રોલમાં જોવા મળી છે. જાનકીએ સોશિયલ મીડિયા પર રાની મુખર્જી સાથે કામ કરવાના અનુભવને ‘સપનું સાચું થવા સમાન’ ગણાવ્યું છે. યશરાજ ફિલ્મ્સ (YRF) સાથે કામ કરવું એ તેના કરિયરનો મોટો પડાવ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Drishyam 3 Day 1 Box Office અજય દેવગનની ‘દૃશ્યમ 3’નું બોક્સ ઓફિસ પર તોફાન સવારે 11.30 વાગ્યા સુધીમાં જ 13 કરોડ પાર, બમ્પર ઓપનિંગના સંકેત
Amitabh Bachchan KBC 18 Monologue KBC 18 ના મંચ પર બદલાયો અમિતાભ બચ્ચનનો અંદાજ આ કારણે ઊભા રહીને મોનોલોગ ન આપી શક્યા
New TV Show On Neem Karoli Baba ‘હનુમાન અંશ’ ના 400 કરોડના ધમાકા બાદ સોની ટીવીનો માસ્ટરસ્ટ્રોક હવે નીમ કરોલી બાબા પર આવી રહ્યો છે નવો શો, ટીઝર આઉટ
Mukesh Khanna On Ramayan ‘રામાયણ’ માં રણબીર કપૂરના લુકથી નારાજ થયા મુકેશ ખન્ના ભારે VFX ના ઉપયોગ સામે પણ ઉઠાવ્યા સવાલ
Exit mobile version