Site icon

જાવેદ અખ્તર સામે પંગો લેવો કંગના રનૌત ને પડ્યો ભારે, માનહાની કેસ માં જલ્દી જ થશે સુનાવણી

જાવેદ અખ્તરે અભિનેત્રી કંગના રનૌત સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. હવે આ મામલાની સુનાવણી ટૂંક સમયમાં થવાની છે.

javed akhtar defamation case against kangana ranaut mumbai court accepts early hearing

જાવેદ અખ્તર સામે પંગો લેવો કંગના રનૌત ને પડ્યો ભારે, માનહાની કેસ માં જલ્દી જ થશે સુનાવણી

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની સ્પષ્ટવક્તા તેને ઘણી વાર લાઇમલાઇટમાં લાવે છે. પીઢ પટકથા લેખક, ગીતકાર અને કવિ જાવેદ અખ્તર સાથે તેમનો વિવાદ જૂનો થઈ ગયો છે. થોડા સમય પહેલા જાવેદ અખ્તરે કંગના રનૌત વિરુદ્ધ એક નિવેદનને લઈને માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ મામલે હવે મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે જાવેદ અખ્તરની અરજી સ્વીકારી લીધી છે.

Join Our WhatsApp Community

 

આ તારીખે થશે સુનાવણી 

તાજેતરમાં જ જાવેદ અખ્તરે કંગના રનૌત વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસની વહેલી સુનાવણી માટે મુંબઈની કોર્ટમાં અરજી કરી હતી, જેને મંજૂર કરવામાં આવી છે. કોર્ટ હવે અખ્તરની ફરિયાદ પર 23 માર્ચે સુનાવણી કરશે. અગાઉ, કાર્યવાહી 19 એપ્રિલ, 2023 ના રોજ થવાની હતી, પરંતુ હવે તે ટૂંક સમયમાં થશે. જાવેદ અખ્તરે પોતાના વકીલ મારફત અરજી દાખલ કરી હતી જેમાં જણાવ્યું હતું કે આ મામલાની છેલ્લી સુનાવણી 23 નવેમ્બર, 2022ના રોજ થઈ હતી અને તેને પાંચ મહિના પછી સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવી હતી. 13 ફેબ્રુઆરીએ અખ્તરે પહેલી સુનાવણીની તારીખ માંગતી અરજી દાખલ કરી હતી. એડવોકેટે    કહ્યું હતું કે, ‘ફરિયાદી વરિષ્ઠ નાગરિક(સિનિયર સીટીઝન) છે, તે ન્યાયના હિતમાં રહેશે કે કેસની તારીખ વહેલી કરવામાં આવે.’

 

 શું હતો બન્ને વચ્ચે નો વિવાદ 

જાવેદ અખ્તરે તેના માનહાનિના કેસમાં,દાવો કર્યો હતો કે કંગનાએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી 2020 માં તેની વિરુદ્ધ અપમાનજનક નિવેદનો કર્યા હતા. જાવેદ અખ્તરનું માનવું છે કે 2020માં કંગનાએ એક ટેલિવિઝન ચેનલ પર તેમનું નામ બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જાવેદ અખ્તર પર છેડતી, ગોપનીયતાના ભંગ સહિતના અનેક આરોપો લગાવવામાં આવ્યા છે.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version