Site icon News Continuous Bureau | Mumbai

શું ખરેખર જાવેદ અખ્તરે કર્યું કંગના રનૌતનું અપમાન? પાકિસ્તાન મુદ્દે વખાણ સાંભળ્યા બાદ અભિનેત્રી વિશે કહી આ વાત

કંગના રનૌતે પાકિસ્તાનનો એક વીડિયો શેર કરતા જાવેદ અખ્તરના વખાણ કર્યા હતા. હવે જાવેદ અખ્તરની પ્રતિક્રિયા સામે આવી છે.

javed akhtar reacts kangana ranaut over viral video pakistan says not consider her important

શું ખરેખર જાવેદ અખ્તરે કર્યું કંગના રનૌતનું અપમાન? પાકિસ્તાન મુદ્દે વખાણ સાંભળ્યા બાદ અભિનેત્રી વિશે કહી આ વાત

News Continuous Bureau | Mumbai

પીઢ પટકથા લેખક, ગીતકાર અને કવિ જાવેદ અખ્તર હાલમાં જબરદસ્ત હેડલાઇન્સમાં છે. જાવેદ અખ્તરે જે રીતે પાકિસ્તાન જઈને ત્યાંના લોકોને અરીસો બતાવ્યો, ભારતમાં તેની પ્રશંસા થઈ રહી છે. મુદ્દા ની વાત કરીએ તો બોલિવૂડની ક્વીન એટલે કે કંગના રનૌતે પણ જૂની નારાજગી ભૂલીને ગીતકારના વખાણ કર્યા હતા. હવે અભિનેત્રીની આ સ્ટાઇલ પર જાવેદ અખ્તરની પ્રતિક્રિયા સામે આવી છે.

Join Our WhatsApp Channel

 

જાવેદ અખ્તરે શું કહ્યું?

એક મીડિયા હાઉસ  સાથેની વાતચીત દરમિયાન, જાવેદે પહેલા કંગના વિશે પૂછવામાં આવતા દરેક પ્રશ્નને ટાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ પછી જ્યારે ફરીથી પૂછવામાં આવ્યું ત્યારે થોડી ઉદાસીનતા દર્શાવતા તેણે કહ્યું, ‘મને કંગનાથી કોઈ ફરક નથી પડતો. મારા માટે કંગના રાનૌટ નું કોઈ મહત્વની નથી, તો તેણે જે કહ્યું તે મહત્વનું કેવી રીતે હોઈ શકે? તેમને છોડી દો, ચાલો આગળ વધીએ.

 

જાવેદ અખ્તર અને કંગના વચ્ચે થયું હતું શાબ્દિક યુદ્ધ 

ઉલ્લેખનીય છે કે, કંગના રનૌત અને જાવેદ અખ્તર વચ્ચે અવારનવાર શબ્દોની લડાઈ થતી રહે છે. પીઢ ગીતકારે અભિનેત્રી સામે માનહાનિનો દાવો પણ કર્યો છે. તે જ સમયે, કંગના રનૌત પણ ઘણા પ્રસંગોએ તેની વિરુદ્ધ બોલતી જોવા મળી છે. જો કે, લાહોરમાં તાજેતરના એક ઉત્સવ દરમિયાન, અભિનેત્રી જાવેદ અખ્તરના વખાણ કરતી જોવા મળી હતી જે રીતે તેણે 26/11 ને લઇ ને પાકિસ્તાનને નિશાન બનાવ્યું હતું.આ મામલાને લઈને કંગના રનૌતે ગીતકારનો વીડિયો ટ્વિટર પર શેર કરી ને તેમના વખાણ કર્યા હતા. જો કે જાવેદ અખ્તરના આ નિવેદન બાદ કહી શકાય કે તેઓ હજુ પણ જૂની વાતો ભૂલી શક્યા નથી.

Nagarjuna Mass and Don No 1 ‘Don No. 1’ અને ‘Mass’ નાગાર્જુનની બે આઇકોનિક ફિલ્મો જેણે ટીવી પર રાજ કર્યું; જાણો OTT પર ક્યાં જોઈ શકાશે
Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Hanuman Ansh Saturday Collection શનિવારે સર્જાયો ચમત્કાર! ‘હનુમાન અંશ’ એ ૧૮ દિવસમાં જેટલી કમાણી નહોતી થઈ તેટલી એક જ દિવસમાં કરી નાખી
Dil Chahta Hai 25 Years ૨૫ વર્ષ પછી ફરી એકસાથે દેખાયા સ્ટાર્સ! આમિર ખાન અને સૈફ અલી ખાને ખાસ અંદાજમાં ઉજવી ‘દિલ ચાહતા હૈ’ની સિલ્વર જ્યુબિલી
Exit mobile version