Site icon

ઋષિ કપૂર ની આ અભિનેત્રી સાથે લગ્ન કરીને પસ્તાયા અદનાન સામી અને જાવેદ જાફરી! બંને એ લીધા છૂટાછેડા, જાણો વિગત

પાકિસ્તાની અભિનેત્રી ઝેબા બખ્તિયાર ફિલ્મ 'હિના'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમની સાથે અભિનેતા ઋષિ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મથી જ ઝેબા એ લોકો ને પોતાની સુંદરતાના દિવાના બનાવી દીધા હતા.

javed jaffrey and adnan sami married the same actress zeba bhakhtiyar

ઋષિ કપૂર ની આ અભિનેત્રી સાથે લગ્ન કરીને પસ્તાયા અદનાન સામી અને જાવેદ જાફરી! બંને એ લીધા છૂટાછેડા, જાણો વિગત

News Continuous Bureau | Mumbai

ફિલ્મ ‘હિના’માં જોવા મળેલી પાકિસ્તાની અભિનેત્રી ઝેબા બખ્તિયારે પોતાની સુંદરતાથી બધાને દિવાના બનાવી દીધા હતા. આ ફિલ્મમાં તે પીઢ અભિનેતા ઋષિ કપૂર સાથે જોવા મળી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. ઝેબા એ બોલિવૂડમાં હલચલ મચાવી દીધી હતી. ઝેબા બખ્તિયાર પ્રખ્યાત પાકિસ્તાની રાજકારણી અને ભૂતપૂર્વ એટર્ની જનરલ યાહ્યા બખ્તિયાર ની પુત્રી છે. અભિનેત્રી નો જન્મ ક્વેટામાં થયો હતો. બાદમાં તેમનો પરિવાર કરાચી શિફ્ટ થઈ ગયો. ઝેબા બખ્તિયાર ને રાજ કપૂરની શોધ માનવામાં આવે છે. પરંતુ પ્રોફેશનલ લાઈફ કરતાં પણ વધુ તેણે પોતાના અંગત જીવન માટે હેડલાઈન્સ બનાવી હતી.

Join Our WhatsApp Community

 

ઝેબા એ જાવેદ જાફરી સાથે કર્યા હતા લગ્ન

ઝેબા બખ્તિયારે ચાર લગ્ન કર્યા છે. પહેલા તેણે સલમાન વાલિયાની સાથે લગ્ન કર્યા. તેમને એક પુત્રી પણ હતી. પરંતુ ટૂંક સમયમાં તેઓના છૂટાછેડા પણ થઈ ગયા. જે બાદ તેની પુત્રીને તેની જ બહેને દત્તક લીધી હતી. વર્ષ 1989 માં ઝેબાએ એક્ટર જાવેદ જાફરી સાથે લગ્ન કર્યા હતા. જ્યારે તેમના લગ્નના સમાચાર સામે આવ્યા ત્યારે ઝેબાએ તેને અફવા ગણાવી હતી પરંતુ જાવેદે તેના નિકાહનામા ને સાર્વજનિક કરી દીધા હતા. આ લગ્ન પણ લાંબો સમય ટકી શક્યા નહીં. બંનેના એક વર્ષમાં છૂટાછેડા થઈ ગયા.

 

અદનાન સામી ના પ્રેમ માં પડી ઝેબા 

બે વર્ષ પછી, ઝેબા ગાયક અદનાન સામીના પ્રેમમાં પડી. ઝેબાની સુંદરતાએ અદનાનને પણ દીવાના બનાવી દીધો હતો. તે સમયે અદનાન માત્ર 22 વર્ષનો હતો. વર્ષ 1993માં તેણે ઝેબા સાથે લગ્ન કર્યા. ઝેબા ના આ ત્રીજા લગ્ન હતા. બંનેને અજાન સામી નામનો પુત્ર પણ છે. ઝેબાના આ લગ્ન પણ લાંબો સમય ટકી શક્યા નહીં. ત્રણ વર્ષ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. પુત્રની કસ્ટડીને લઈને બંને વચ્ચે કાનૂની લડાઈ પણ થઈ હતી. જે બાદ ઝેબાને પુત્રની કસ્ટડી મળી હતી. આ પછી ઝેબાએ પાકિસ્તાનના સોહેલ ખાન લેઘારી સાથે ચોથી વાર લગ્ન કર્યા. તે સોહેલ સાથે તેના લગ્નજીવનનો આનંદ માણી રહી છે. ઉપરાંત, તે પાકિસ્તાનની ઘણી સિરિયલોમાં પણ જોવા મળે છે.

Jaya Bachchan: જયા બચ્ચનનો જડબાતોડ જવાબ: ‘પાપારાઝી થી અગસ્ત્યનું કરિયર ખતમ નહીં થાય’, જાણો બિગ બી વિશે શું કહ્યું
Dhurandhar 2: ‘શું ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર તોડશે તમામ રેકોર્ડ? આર. માધવને વિદેશી ચાહકોના આ પ્લાન વિશે જણાવી બધાને ચોંકાવ્યા
Love & War: શું ‘લવ એન્ડ વોર’ ભણસાલીની સૌથી મોટી હિટ સાબિત થશે? બજેટમાં ધરખમ વધારો છતાં મેકર્સ કેમ છે નિશ્ચિંત; જાણો અંદરની વિગત
Rashmika Mandanna-Vijay Deverakonda Viral Video: રણબીરની એક વાત અને રશ્મિકાના ઉડી ગયા હોશ! વિજય દેવરકોંડા સાથેના અફેરની પોલ નેશનલ ટીવી પર કેવી રીતે ખુલી? જાણો આખો કિસ્સો
Exit mobile version