Site icon

Jawan: શાહરૂખ અને ગૌરી ના પ્રોડક્શન હાઉસે શેર કર્યો જવાન નો BTS વિડિયો, જુઓ કેવી રીતે શૂટ થયા હતા એક્શન સીન્સ

Jawan: જવાન ફિલ્મની સફળતા વચ્ચે, શાહરુખ અને ગૌરી ખાન ના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે તેની કાર ચેઝ સિક્વન્સનો પડદા પાછળનો વીડિયો શેર કર્યો છે.

jawan actor shahrukh and gauri khan production house share a bts video

jawan actor shahrukh and gauri khan production house share a bts video

News Continuous Bureau | Mumbai 

Jawan: શાહરૂખ ખાન ની ફિલ્મ જવાન અત્યારે પણ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. ફિલ્મ ની જોરદાર કમાણી બાદ તેને ઓલ ટાઈમ બ્લોકબસ્ટર જાહેર કરવામાં આવી છે. એટલી દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ ટિકિટ વિન્ડો પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. તમામ કલાકારોના દમદાર અભિનય સાથે, ફિલ્મની એક્શન સિક્વન્સ દરેક ઉંમરના લોકોને પસંદ આવી રહી છે.

Join Our WhatsApp Community

 

શાહરુખ અને ગૌરી ખાન ના પ્રોડક્શન હાઉસે શેર કર્યો બીટીએસ વિડીયો 

શાહરુખ ખાન અને ગૌરી ખાન ના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે તેની કાર ચેઝ સિક્વન્સનો પડદા પાછળનો વીડિયો શેર કર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે આ ખતરનાક સ્ટંટને આખી ટીમે સાથે મળીને અંજામ આપ્યો હતો. વિડિયોની શરૂઆતમાં એટલી, સ્પિરો અને સેટ પરના અન્ય લોકોને સ્ક્રિપ્ટ વાંચતા જોઈ શકાય છે. ક્લિપમાં,એટલી ને તેની ટીમને કહેતા સાંભળી શકાય છે, “રેમ્પ એ છેલ્લું નિશાન છે. તમે રેમ્પથી આગળ વધી શકતા નથી.”

ફિલ્મ જવાન ની સ્ટારકાસ્ટ 

એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મ જવાન માં શાહરુખ ખાન અને નયનતારા ઉપરાંત વિજય સેતુપતિ, સુનીલ ગ્રોવર, રિદ્ધિ ડોગરા, સાન્યા મલ્હોત્રા, પ્રિયામણી  સહિત અન્ય ઘણા કલાકારોએ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ ખાસ કેમિયો કરતી જોવા મળી રહી છે. ચાહકોને દીપિકા નો રોલ ઘણો પસંદ આવ્યો છે.

આ  સમાચાર પણ વાંચો : Rakhi sawant: શું પડદા પર રાખી સાવંત બનશે આલિયા ભટ્ટ કે વિદ્યા બાલન,ડ્રામા ક્વીન એ કર્યો ખુલાસો

Vikram Bhatt Fraud Case: ડિરેક્ટર વિક્રમ ભટ્ટ પર લાગ્યો અધધ આટલા કરોડની ઠગાઈનો આરોપ, ઉદયપુરના ડૉક્ટરે નોંધાવી FIR, જાણો શું છે સમગ્ર મામલો
Humane Sagar Passes Away: પ્રખ્યાત ઓડિયા ગાયક હ્યુમન સાગરનું 34 વર્ષની ઉંમરે નિધન, માતાએ મેનેજર પર લગાવ્યો આવો ગંભીર આરોપ
Sameer Wankhede Case: બેડસ ઓફ બોલિવૂડ સામે સમીર વાનખેડેનો કેસ,દિલ્હી હાઈકોર્ટે ઉઠાવ્યા મહત્વના પ્રશ્નો, જાણો ક્યારે થશે આગળની સુનાવણી
Dhurandhar: રણવીર સિંહના ચાહકો માટે ગુડ ન્યૂઝ! ‘ધુરંધર’ એક નહીં, પણ બે ભાગમાં આવશે? જાણો શું છે અંદરની વાત
Exit mobile version