Site icon

Jawan Audio Launch: શાહરૂખ ખાને કાર્યક્રમમાં ગ્રાન્ડ એન્ટ્રી સાથે વિજય સેતુપતિ ને મળ્યો ગળે, અનિરુદ્ધ સાથે લગાવ્યા ઠુમકા, જુઓ વિડીયો

Jawan Audio Launch: જવાન 7 સપ્ટેમ્બરે વિશ્વભરના સિનેમાઘરોમાં હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહી છે. તેમાં શાહરૂખ ખાન સાથે વિજય સેતુપતિ, નયનતારા, સાન્યા મલ્હોત્રા અને પ્રિયામણિ પણ છે.

jawan audio launch event shahrukh khan grand entry actor greets vijay sethupathi and dance with anirudh

Jawan Audio Launch: શાહરૂખ ખાને કાર્યક્રમમાં ગ્રાન્ડ એન્ટ્રી સાથે વિજય સેતુપતિ ને લાગ્યો ગળે, અનિરુદ્ધ સાથે લગાવ્યા ઠુમકા, જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

Jawan Audio Launch:આ દિવસોમાં આપણે શાહરૂખ ખાનના જવાન વિશે ઘણી વાતો સાંભળવા મળી રહી છે. આ ફિલ્મની ઑડિયો લૉન્ચ ઇવેન્ટનું આયોજન શ્રી સાઈરામ એન્જિનિયરિંગ કૉલેજ, ચેન્નાઈમાં કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, કિંગ ખાનની સાથે, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા અને પ્રિયામણિ સહિત ફિલ્મ સાથે સંકળાયેલા અન્ય લોકોએ તેમની હાજરી સાથે આ કાર્યક્રમને શોભાવ્યો હતો. આ ઈવેન્ટમાં શાહરૂખની સાથે ડિરેક્ટર એટલી અને ફિલ્મના મ્યુઝિક કમ્પોઝર અનિરુદ્ધ રવિચંદર પણ હાજર હતા.

Join Our WhatsApp Community

 

શાહરુખ ખાને વિજય સેતુપતિ ને ગળે મળ્યો 

ઇવેન્ટ માં પહોંચ્યા પછી, શાહરૂખ તેના કો-સ્ટાર વિજય સેતુપતિ પાસે ગયો અને તેનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમજ તેને ગળે મળ્યો. આ પછી તેણે અનિરુદ્ધને પણ ગળે લગાવ્યો. આ ઘટનાની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.


ત્યારબાદ બાદ અનિરુદ્ધ શાહરુખ ખાન ને સ્ટેજ ઉપર લઇ જાય છે જ્યાં બન્ને એક ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા

જવાન ની રિલીઝ ડેટ 

‘જાવાન’ની વાત કરીએ તો તે 7 સપ્ટેમ્બરે વિશ્વભરના સિનેમાઘરોમાં હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહી છે. તેમાં શાહરૂખ ખાનની સાથે વિજય સેતુપતિ, નયનતારા, સાન્યા મલ્હોત્રા અને પ્રિયામણિ છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ કેમિયો રોલમાં જોવા મળશે. નોંધનીય છે કે આ ફિલ્મનું ટ્રેલર હજુ સુધી રિલીઝ થયું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે 1 સપ્ટેમ્બરે ચાહકો માટે રિલીઝ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : jawan: દુબઈમાં ‘જવાન’નું ટ્રેલર લોન્ચ કરશે શાહરૂખ ખાન! કિંગ ખાન ની એક પોસ્ટ એ લોકોમાં વધાર્યો ઉત્સાહ

Dharmendra Net Worth: સંઘર્ષથી કરોડો સુધી,ધર્મેન્દ્રએ ૫૧ થી શરૂ કરેલી સફર, આજે પાછળ છોડી અધધ આટલા કરોડની વિશાળ લેગસી!
Dharmendra: ધર્મેન્દ્ર ના ૬ દાયકાના કરિયરનો દબદબો, ‘શોલે’ના ‘વીરુ’ પાત્રથી કેવી રીતે બન્યા બોલીવુડના ‘હી-મેન’!
Prem Chopra Hospitalized: બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા પ્રેમ ચોપડા હોસ્પિટલમાં દાખલ, જમાઈ એ આપ્યું તેમનું હેલ્થ અપડેટ
Dharmendra Passes Away: બોલીવુડના ‘હી-મેન’ ધર્મેન્દ્રનું અવસાન, મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ
Exit mobile version