Site icon News Continuous Bureau | Mumbai

Jawan box office collection: શાહરુખ ખાન ની ફિલ્મ ‘જવાન’ની કમાણીમાં થયો ભારે ઘટાડો, ‘ગદર 2’ની સરખામણીમાં ઘણું ઓછું હતું કલેક્શન, આંકડા જાણીને તમે ચોંકી જશો

Jawan box office collection: શાહરૂખ ખાન અને નયનતારાની ફિલ્મ 'જવાન'એ વીકએન્ડમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. પરંતુ, સોમવાર આવતાની સાથે જ ફિલ્મની કમાણીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.

awan box office collection day 5 shahrukh khan film india net collection

awan box office collection day 5 shahrukh khan film india net collection

News Continuous Bureau | Mumbai  

Jawan box office collection: ‘જવાન’ 300 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મે માત્ર પાંચ દિવસમાં 300 કરોડનો આંકડો પાર કરી લીધો છે. વાસ્તવમાં, ફિલ્મે સપ્તાહના અંતે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. પરંતુ, સોમવાર આવતાની સાથે જ ફિલ્મની કમાણી ઘટી ગઈ. શાહરૂખ ખાન અને નયનતારાની ફિલ્મ સોમવારના ટેસ્ટમાં ફેલ થઈ હતી. પ્રારંભિક અહેવાલો અનુસાર, ફિલ્મનું પાંચમા દિવસનું કલેક્શન ‘ગદર 2’ (પહેલો સોમવાર) અને ‘પઠાણ’ (પહેલો સોમવાર) કરતાં ઓછું હતું.

Join Our WhatsApp Channel

 

જવાન નું પાંચ દિવસ નું કલેક્શન 

પાંચમા દિવસે જવાનનું કલેક્શન ઘણું હલકું રહ્યું છે. ફિલ્મે પાંચમા દિવસે માત્ર 25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ કલેક્શન ભારતમાં રિલીઝ થયેલી તમામ ફિલ્મોનું છે. આ સિવાય ફિલ્મના ઓપનિંગ ડેની વાત કરીએ તો શરૂઆતના દિવસે 75 કરોડ રૂપિયા, બીજા દિવસે 53 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 74.50 કરોડ રૂપિયા અને ચોથા દિવસે 82 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. પાછલા દિવસો ની સરખામણીમાં પાંચમા દિવસ નો આંકડો ઘણો ઓછો છે. જોકે, હવે વીકએન્ડ પૂરો થઈ ગયો છે અને વીક ડેઝ પણ શરૂ થઈ ગયા છે. આવી સ્થિતિમાં મોર્નિંગ શોને વધુ ઓક્યુપન્સી નથી મળી રહી.

આ સમાચાર પણ વાંચો : Saira banu: સાયરા બાનુ એ શાહરૂખ અને દિલીપ કુમાર વચ્ચેની સામ્યતા દર્શાવતા ગણાવ્યો તેના પુત્ર જેવો, અભિનેત્રી એ યાદ કરી કિંગ ખાન સાથે ની પ્રથમ મુલાકાત

ગદર 2 અને પઠાણ કરતા ઓછું કલેક્શન 

પ્રારંભિક અહેવાલો અનુસાર, ‘જવાન’એ પહેલા સોમવારે 25 કરોડ રૂપિયા સુધીનો બિઝનેસ કર્યો છે. ‘ગદર 2’ની વાત કરીએ તો, સની દેઓલ અને અમીષા પટેલ અભિનીત આ ફિલ્મે પહેલા સોમવારે 38.7 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જ્યારે ‘પઠાણ’એ 26.5 કરોડની કમાણી કરી હતી.

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version