Site icon

Jawan : શાહરૂખ ખાને ફિલ્મ ‘જવાન’ માંથી નયનતારા નો લુક કર્યો રિલીઝ, હાથમાં બંદૂક સાથે જોવા મળ્યો અભિનેત્રી નો એક્શન અવતાર

શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'માંથી નયનતારાના લુક સામે આવ્યો છે, જેમાં અભિનેત્રી એક્શન અવતારમાં નજરે પડી રહી છે. નયનતારા ના લુકનો ખુલાસો ખુદ કિંગ ખાને કર્યો છે.

jawan shah rukh khan reveals nayanthara look from atlee kumar film

jawan shah rukh khan reveals nayanthara look from atlee kumar film

News Continuous Bureau | Mumbai

Jawan : બોલિવૂડનો બાદશાહ એટલે કે શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘જવાન‘ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ ‘જવાન’નો પ્રીવ્યૂ રિલીઝ થયો હતો, જેને ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. એટલી કુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે અભિનેત્રી નયનતારા, વિજય સેતુપતિ અને સાન્યા મલ્હોત્રા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તો ફિલ્મમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ અને થાલાપતિ વિજય કેમિયો રોલમાં હશે. હવે તાજેતરમાં જ ‘જવાન’નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને કિંગ ખાને પોતે રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં અભિનેત્રી નયનતારા એક્શન અવતારમાં જોવા મળી રહી છે.

Join Our WhatsApp Community

શાહરુખ ખાને રિલીઝ કર્યો નયનતારા નો લુક

શાહરૂખ ખાને ફિલ્મ ‘જવાન‘માંથી નયનતારાના લુકને જાહેર કરતા લખ્યું કે, “તે તોફાન પહેલાની ગર્જના છે. #Nayanthara” છે. લોકો નયનતારાના આ ફુલ ઓન એક્શન અવતારને પસંદ કરી રહ્યા છે. ‘જવાન’ના આ નવા પોસ્ટર પર લોકો ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે. શાહરૂખ ખાનની પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, “જવાન માટે તમને બધા ને શુભકામનાઓ, અમે અહીં જવાનની રિલીઝના પહેલા દિવસે અમદાવાદમાં એક ઈવેન્ટનું આયોજન કરી રહ્યા છીએ.” તો ત્યાં અન્ય એક યુઝરે લખ્યું, “એક વખત એક લિજેન્ડે કહ્યું કે હું પોતે બોલિવૂડ છું.” તો જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, “જવાનના પહેલા દિવસે પહેલો શો જોઈશું.”

આ સમાચાર પણ વાંચો: Maharashtra Assembly Monsoon Session 2023: રાજ્યમાં ‘કેસિનો’ માટે નો એન્ટ્રી… રાજ્ય સરકાર લાવશે નવુ બિલ..

શાહરુખ ખાન ની ફિલ્મ જવાન ની રિલીઝ ડેટ

જણાવી દઈએ કે એટલી કુમાર દ્વારા નિર્દેશિત શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન‘ 7 સપ્ટેમ્બરે બોક્સ ઓફિસ પર રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ભાષાઓમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન ઘણા અલગ અંદાજમાં જોવા મળશે. તો ફિલ્મમાં નયનતારા, રિદ્ધિ ડોગરા, સાન્યા મલ્હોત્રા અને દીપિકા પાદુકોણનો એક્શન અવતાર જોવા મળશે. આ ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.

Taarak Mehta Ka Ooltah Chashmah: શું ગોકુલધામમાં પાછો ફરશે જૂનો ચહેરો? શોમાં રી-એન્ટ્રીના સમાચારો પર કલાકારનું મોટું નિવેદન; જાણીને ફેન્સ થયા ગદગદ
Border 2 Box Office Collection : બોર્ડર 2’ એ પહેલા જ દિવસે મચાવી તબાહી! 30 કરોડના કલેક્શન સાથે રણવીર સિંહની ‘ધુરંધર’ ને પછાડી; બનાવ્યો નવો રેકોર્ડ
Abhishek Bachchan Emotional: લગ્નેતર સંબંધો પરની ફિલ્મ જોઈ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો અભિષેક બચ્ચન, કરણ જોહરે વર્ષો પછી શેર કર્યો આ કિસ્સો
Palaash Muchhal Controversy:મ્યુઝિક ડિરેક્ટર પલાશ મુચ્છલ પર લટકી ધરપકડની તલવાર? 40 લાખના ફ્રોડના આરોપથી ખળભળાટ; જાણો શું છે આખો મામલો
Exit mobile version