Site icon News Continuous Bureau | Mumbai

મીડિયા પર ગુસ્સે થવા બદલ જયા બચ્ચન ફરી થઈ ટ્રોલ-સોશિયલ મીડિયા યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા

News Continuous Bureau | Mumbai

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ અભિનેત્રી અને રાજ્યસભા સાંસદ(Rajya Sabha) જયા બચ્ચનના ગુસ્સાથી સૌ કોઈ વાકેફ છે. સિનેમાને શ્રેષ્ઠ ફિલ્મો આપનાર જયનો(Jaya Bachchan) મૂડ આજકાલ ચાહકો અને પાપારાઝીઓને જોઈને જ બગડી જાય છે. તાજેતરમાં, તે તેના સ્વભાવને કારણે હેડલાઇન્સમાં રહી હતી, તેથી ફરી એકવાર તેણે લોકોને વાતો કરવાની તક આપી છે.

Join Our WhatsApp Channel

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ(video viral) થઇ રહ્યો છે જેમાં જયા બચ્ચન તેની પૌત્રી નવ્યા નવેલી નંદા સાથે છેલ્લા દિવસે મુંબઈમાં(Mumbai) ફેશન વીકના ફંક્શનમાં હાજરી આપી હતી. ફંક્શનમાંથી બહાર નીકળતી વખતે મીડિયાના કેમેરાએ જયા બચ્ચનની તસવીર ક્લિક કરવાનું શરૂ કરી દીધું હતું. જયા તો જયા હૈ આ બધું જોઈને તે ગુસ્સે થઈ ગઈ અને તેના પ્રોફેશન(profession) વિશે સવાલો પૂછવા લાગી. તેમના આ વર્તનને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે થઈ ગયા.વાયરલ થઈ રહેલા વિડિયોમાં, જયા બચ્ચનને એમ કહેતા સાંભળી શકાય છે કે, પાપારાઝીમાંથી (paparazi)એકે ઠહકો લગાવ્યો ત્યારે જયાએ કહ્યું, 'હું આશા રાખું છું કે તમે ડબલ થઈ જશો અને પડી જશો.' જયા તેમના તરફ આંગળી ચીંધતી જોવા મળે છે કારણ કે કેમેરા તેમને નોટિસ કરે છે. લોકોને ફરી એકવાર જયાની વર્તણૂક પસંદ ન આવી.એક યુઝરે લખ્યું કે ‘જ્યારે દેવીને આ બધું પસંદ નહોતું તો પછી તે ઘરની બહાર કેમ નીકળી?’ તો કોઈએ મીડિયાના લોકોને સવાલ પૂછવાનું શરૂ કર્યું કે ‘તમે આવા લોકોને કેમ ભાવ આપો છો’. તો કોઈએ કહ્યું કે તમે તેમનો બહિષ્કાર કેમ નથી કરતા, ફોટા કેમ પાડો છો.’

આ સમાચાર પણ વાંચો : 3 ઈડિયટ્સ માં નાના રોલમાં જોવા મળેલો ગુડ્ડુ ભૈયા એટલે કે અલી ફઝલ આજે છે કરોડોની સંપત્તિનો માલિક-જાણો અભિનેતા ની નેટવર્થ વિશે

જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જયા બચ્ચન દુર્ગા પૂજા(durga pooja pandal) પંડાલમાં પણ ગુસ્સે થઈ ગઈ હતી. બન્યું એવું કે જ્યારે ત્યાં હાજર ફેન્સ અભિષેક બચ્ચન સાથે સેલ્ફી લેવા લાગ્યા ત્યારે તે ગુસ્સે થઈ ગઈ. આ દરમિયાન પણ સોશિયલ મીડિયા યુઝર્સે તેણીને શાંત રહેવાની સલાહ આપી હતી, પરંતુ એવું લાગે છે કે પીઢ અભિનેત્રી પર તેની કોઈ અસર થઈ નથી.

Nitish Bharadwaj Ranbir Kapoor Ramayana ‘મહાભારત’ ના શ્રીકૃષ્ણ નીતિશ ભારદ્વાજે રણબીર કપૂરની ‘રામાયણ’ ને ગણાવી ‘એજન્ડા ફિલ્મ’ ફંડિંગ પર પણ ઉઠાવ્યા ગંભીર સવાલ
TV Actor Cheated ટીવી અભિનેતા આયુષ શાહ સાથે ₹૪.૪૪ કરોડની રોકાણ છેતરપિંડી મુંબઈમાં કોર્ટના આદેશ બાદ ૫ લોકો વિરુદ્ધ ગુનો દાખલ
Samantha Ruth Prabhu Welcomes Baby Boy સામંથા રૂથ પ્રભુ અને રાજ નિદિમોરુના ઘરે ગુંજી કિલકારી પુત્રને આપ્યો જન્મ, શુભેચ્છાઓનો વરસાદ!
Ranbir Kapoor Ramayana Part 3 Update શું રણબીર કપૂરની ‘રામાયણ’ નો ત્રીજો ભાગ પણ બનશે? આ અભિનેતાએ આપ્યો સંકેત…
Exit mobile version