Site icon

માધુરી દીક્ષિતને ‘વેશ્યા’ કહેવા બદલ જયા બચ્ચને કુણાલ નાયર ને લગાવી ફટકાર લગાવી, કહ્યું કે તેને પાગલખાના માં મોકલવાની જરૂર છે

jaya bachchan lashes out to netflix show actor kunal nayyar for comment on madhuri dixit

માધુરી દીક્ષિતને 'વેશ્યા' કહેવા બદલ જયા બચ્ચને કુણાલ નાયર ને લગાવી ફટકાર લગાવી, કહ્યું કે તેને પાગલખાના માં મોકલવાની જરૂર છે

News Continuous Bureau | Mumbai

નેટફ્લિક્સની ‘ધ બિગ બેંગ થિયરી સીઝન 2’માં માધુરી દીક્ષિત પર કરવામાં આવેલી ટિપ્પણીઓને પગલે સોશિયલ મીડિયા પર જોરદાર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. માધુરી દીક્ષિતના ફેને નેટફ્લિક્સ ને લીગલ નોટિસ મોકલી છે. આ શ્રેણીમાં અભિનેતા જિમ પાર્સન્સ અને કુણાલ નાયર વચ્ચેની વાતચીત દર્શાવવામાં આવી છે. જ્યાં જીમે માધુરી દીક્ષિતની સરખામણી ઐશ્વર્યા રાય સાથે કરી હતી. જેના પર કુણાલે કહ્યું હતું કે ‘ઐશ્વર્યા રાય એક દેવી છે જ્યારે માધુરી દીક્ષિત રક્તપિત્ત વેશ્યા છે’. જયા બચ્ચને આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. જયા બચ્ચને કુણાલ નાયર ની ટીકા કરી, કહ્યું, ‘તેને પાગલખાના માં મોકલવાની જરૂર છે’.

Join Our WhatsApp Community

 

જયા બચ્ચને ટિપ્પણી વિશે શું કહ્યું?

જયા બચ્ચને શોમાં માધુરી પર કરવામાં આવેલી કોમેન્ટ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં તેણે કહ્યું, ‘શું આ માણસ કુણાલ નાયર પાગલ છે? ખૂબ જ ખરાબ ભાષા. તેને પાગલખાના માં  મોકલવાની જરૂર છે. તેમના પરિવારને પૂછવું જોઈએ કે તેઓ તેમની ટિપ્પણી વિશે શું વિચારે છે.’માત્ર જયા બચ્ચન જ નહીં પરંતુ ઉર્મિલા માતોંડકર પણ કુણાલ નાયર પર ગુસ્સે થઇ હતી. ઉર્મિલા માતોંડકરે કહ્યું, “મને તેના વિશે કોઈ જાણકારી નથી, તેથી મારે ટિપ્પણી કરવી જોઈએ નહીં. પરંતુ જો તે સાચું હોય તો તે અપમાનજનક છે. તે તેમની ખૂબ જ નાની માનસિકતા દર્શાવે છે. શું તેઓ ખરેખર માને છે કે આ રમૂજી છે?”

 

શોના બચાવમાં પ્રિતેશ નંદી

તે જ સમયે, લેખક અને નિર્માતા પ્રિતેશ નંદીએ ‘ધ બિગ બેંગ થિયરી’નો બચાવ કર્યો છે. નંદીએ કહ્યું, ‘મને આ ટિપ્પણી પસંદ નથી, પરંતુ સત્ય એ છે કે અભિનેતાઓના ચાહકો ક્રિકેટના ચાહકોની જેમ વાત કરે છે. તેઓ જેમને ગમે છે તેમના હરીફોને અપમાનિત કરવાનો પ્રયાસ કરે છે. તેણે કહ્યું કે નેટફ્લિક્સે માધુરી પર કોઈ ટિપ્પણી કરી નથી. આ શોના લેખક અને અભિનેતાનો અભિપ્રાય પણ નથી. આ તેમનો અભિપ્રાય છે અને તે એક કાલ્પનિક પાત્ર,. જે દર્શાવે છે કે એક ચાહક તેની મૂર્તિ વિશે કેવી રીતે વાત કરે છે અને તે તેની આઇડલ ના હરીફોને કેવી રીતે જુએ છે.’

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version