News Continuous Bureau | Mumbai
Jaya Bachchan in Parliament: અભિનેત્રી અને રાજકારણી જયા બચ્ચન સંસદમાં હંમેશા પોતાની વાત સ્પષ્ટપણે રજૂ કરવા માટે જાણીતા છે. હાલમાં ચાલી રહેલા સંસદના બજેટ સત્રમાં તેમણે ભારતીય ફિલ્મ ઉદ્યોગના પક્ષે જોરદાર રજૂઆત કરી હતી. જયા બચ્ચને સરકાર પર કટાક્ષ કરતા જણાવ્યું કે તેમણે ગયા વર્ષે પણ આ જ મુદ્દાઓ ઉઠાવ્યા હતા, પરંતુ તેના પર કોઈ અમલ થયો નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે મનોરંજન ઉદ્યોગ દેશની અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન આપે છે છતાં તેની ઉપેક્ષા થઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : Bollywood’s Titanic: સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતા ‘દેશી ટાઈટેનિક’ના AI ફોટોઝ: ઐશ્વર્યા અને રાજેશ ખન્નાની કેમિસ્ટ્રીએ જીત્યા ફેન્સના દિલ, જુઓ વાયરલ તસવીરો
વિશ્વમાં સૌથી વધુ ટેક્સ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર
જયા બચ્ચને સંસદમાં જણાવ્યું કે, “હું ભારતીય મનોરંજન ઉદ્યોગની સભ્ય છું. આ ઉદ્યોગ માત્ર અર્થતંત્રમાં ભાગીદાર જ નથી, પરંતુ દેશમાં સૌથી વધુ ટેક્સ ભરતા ઉદ્યોગોમાંનો એક છે. આ લોકો વિશ્વભરમાં ભારતની સંસ્કૃતિનો પ્રચાર કરે છે.” તેમણે ચિંતા વ્યક્ત કરી કે આટલા મોટા યોગદાન છતાં, સમગ્ર વિશ્વની સરખામણીએ ભારતીય એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રી પર સૌથી વધુ GST અને ટેક્સ લાદવામાં આવે છે.તેમણે સવાલ પૂછ્યો કે આ બજેટમાં મનોરંજન ઉદ્યોગના વિકાસ અને ટેક્સનો બોજ ઓછો કરવા માટે કયા પગલાં લેવામાં આવ્યા છે? જયા બચ્ચને ચેતવણી આપી હતી કે જો ટેક્સ ઓછો નહીં થાય તો લોકો ભારતીય ફિલ્મોને બદલે વિદેશી શો જોવાનું શરૂ કરી દેશે. તેમના મતે, હાલમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. સિનેમા હોય કે OTT, લોકો માટે નવા પ્રોજેક્ટ્સમાં પૈસા રોકવા અત્યંત મુશ્કેલ બની રહ્યા છે.
પોતાના સંબોધનના અંતે જયા બચ્ચને નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, “ગયા વર્ષે પણ મેં આ જ બાબતો કહી હતી. આ વખતે પણ હું એ જ વાતો દોહરાવી રહી છું. મને આશા છે કે આ વખતે મને સાંભળવામાં આવશે અને ઇન્ડસ્ટ્રીના હિતમાં કોઈ નક્કર નિર્ણય લેવામાં આવશે.” ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી એક્ઝિબિટર્સ અને નિર્માતાઓ પણ સરકાર પાસે એન્ટરટેઈનમેન્ટ ટેક્સ ઘટાડવાની માંગ કરી રહ્યા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
