Site icon

Jaya bachcan: હેમા માલિની ના જન્મદિવસ ની પાર્ટી માં પહોંચેલી જયા બચ્ચને પાપારાઝી કંઈક એવું કહ્યું કે થઇ ગઈ ટ્રોલ, જુઓ વિડીયો

Jaya bachcan: પીઢ અભિનેત્રી જયા બચ્ચન અવારનવાર પાપારાઝી સાથે ના તેના વર્તનને કારણે ચર્ચામાં રહે છે. એક વાર ફરી જયા બચ્ચન પાપારાઝી સાથે કંઈક આવું જ કરતી જોવા મળી હતી. જાણો અભિનેત્રી એ પાપારાઝી ને શું કહ્યું

jaya bachchan response to paparazzi on hema malini birthday party video goes viral

jaya bachchan response to paparazzi on hema malini birthday party video goes viral

News Continuous Bureau | Mumbai

Jaya bachcan:  બોલિવૂડની પીઢ અભિનેત્રી જયા બચ્ચન પાપારાઝી સાથેના વર્તન ને  કારણે ફરી એકવાર ચર્ચામાં છે. ગઈકાલે બોલિવૂડની ડ્રિમ ગર્લ નો જન્મદિવસ હતો. હેમા માલિનીની બર્થડે પાર્ટીમાં સામેલ થવા માટે ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સ આવ્યા હતા અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન એ પણ હાજરી આપી હતી.આ દરમિયાન  જયા બચ્ચન પદ્મિની કોલ્હાપુરે સાથે સ્ટેજ પર આવી હતી તેમની સાથે ઉદ્ધવ ઠાકરે ની પત્ની પણ જોવા મળી હતી 

Join Our WhatsApp Community

 

જયા બચ્ચને પાપારાઝી ને આપી પ્રતિક્રિયા 

બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી જયા બચ્ચન ડ્રિમ ગર્લ  ના જન્મદિવસ ની સેલિબ્રેશન પાર્ટી માં હાજરી આપવા પહુંચી હતી. આ દરમિયાન જયા બચ્ચને સ્પષ્ટ કર્યું હતું કે હું ફોટો પડાવવા આવી નથી.અભિનેત્રી એ પાપારાઝી ને કહ્યું કે, ‘આ પદ્મિની મને અહીં લઈ આવી છે’. પછી જ્યારે પાપારાઝીએ અભિનેત્રી ને કહેવાનું શરૂ કર્યું કે જયાજી અહીંયા જુઓ, જયાજી નીચે આવી રીતે ફોટોગ્રાફર્સ અભિનેત્રી ને ડાયરેકશન આપી રહ્યા હતા  ત્યારે જયા બચ્ચને તેની જૂની પદ્ધતિ માં કહ્યું, “હવે તમે લોકો આટલું ડાયરેક્શન ના આપો.” ત્યારબાદ તે ફોટોગ્રાફર્સ સામે હાથ જોડીને ત્યાંથી નીકળી ગઈ. તમને જણાવી દઈએ કે, જયા બચ્ચન ની સાથે પદ્મિની કોલ્હાપુરે અને ઉદ્ધવ ઠાકરે ના પત્ની રશ્મિ ઠાકરે એ પાપારાઝી ને હસી ને પોઝ આપ્યા હતા.

જયા બચ્ચન ના વિડીયો પર લોકો ની પ્રતિક્રિયા 

જયા બચ્ચન નો આ વિડીયો સામે આવ્યા બાદ લોકો એ ફરી તેને ટ્રોલ કરવાની શરુ કરી છે. એક યુઝરે કોમેન્ટ સેક્શન માં લખ્યું કે,”જ્યારે તે દરેક ક્ષણે મીડિયાનું અપમાન કરતી રહે છે ત્યારે દરેક વ્યક્તિ તેની તસવીરો કેમ લેતી રહે છે.” અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, “આ વલણ એક અભિનેત્રીનું નથી પરંતુ એક રાજનેતાનું છે.”એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરી, “મને વિશ્વાસ નથી આવતો કે તે હસે છે.” અન્ય એક યુઝરે તેના લુક ની મજાક ઉડાવતા કમેન્ટ કરી કે, “જયા બચ્ચનનો લુક ખૂબ જ ફની છે, તે છોટા પંડિત જેવી દેખાઈ રહી છે.” 

આ સમાચાર પણ વાંચો: Salman khan tiger 3: ભારત-પાકિસ્તાન મેચ લાઈવ જોવા આવી રહ્યો છે ‘ટાઈગર’, સલમાન ખાને ચાહકોને આપ્યો ખાસ સંદેશ

Kareena-Saif at Jeh’s Annual Function: કરીના કપૂરે પુત્ર જેહના પરફોર્મન્સ પર આપી ફ્લાઈંગ કિસ; સોશિયલ મીડિયા પર વાયરલ થયો પટૌડી પરિવારનો ક્યુટ વીડિયો
Border 2 Banned in Gulf: ગલ્ફ દેશોમાં ‘બોર્ડર 2’ પર પ્રતિબંધથી ખળભળાટ! સાઉદી અને UAE એ કેમ દેખાડી લાલ આંખ? જાણો કરોડોના નુકસાન પાછળનું અસલી કારણ
Dhurandhar OTT Release: થિયેટરોમાં રેકોર્ડ તોડ્યા બાદ હવે OTT પર આવશે ‘ધુરંધર’ની આંધી: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે ફિલ્મ
Yeh Rishta Kya Kehlata Hai Twist: લીપ પહેલા મુખ્ય પાત્રના મોતથી વાર્તામાં આવશે નવો વળાંક; જાણો કઈ 2 અભિનેત્રીઓની થવાની છે ધમાકેદાર એન્ટ્રી
Exit mobile version