Site icon

ઘર માં રાજનીતિ નથી કરતી જયા બચ્ચન, પુત્રવધૂ ઐશ્વર્યા ની વાત ખરાબ લાગતા આપે છે આવી પ્રતિક્રિયા

એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે જયા બચ્ચન ને તેમની વહુ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે મારી મિત્ર છે. જો મને તેના વિશે કંઈક ગમતું નથી, તો હું તેના મોઢા પર બોલું છું. હું તેની પીઠ પાછળ રાજકારણ નથી કરતી.

jaya bachchan said she does not do politics behind daughter in law aishwarya rai

ઘર માં રાજનીતિ નથી કરતી જયા બચ્ચન, પુત્રવધૂ ઐશ્વર્યા ની વાત ખરાબ લાગતા આપે છે આવી પ્રતિક્રિયા

News Continuous Bureau | Mumbai

સાસુ અને વહુનો સંબંધ ખૂબ જ ખાસ હોય છે. કેટલાકમાં સાસુ-વહુ  મા-દીકરીની જેમ રહે છે તો કેટલાકમાં તુ-તુ મેં-મેં ચાલતી હોય છે. બોલિવૂડમાં પણ ઘણી સાસુ અને વહુ છે, જેમના એકબીજા સાથે ખૂબ સારા સંબંધો છે. પરંતુ આજે અમે અહીં બચ્ચન પરિવારની સાસુ અને વહુ વિશે વાત કરવાના છીએ. ઐશ્વર્યા રાય એ બચ્ચન પરિવારની પ્રિય વહુ છે. તેના અને સાસુ જયા બચ્ચન વચ્ચે સારા સંબંધો છે, પરંતુ ગોસિપ વર્તુળોમાં બંને વચ્ચે અણબનાવ હોવાની ચર્ચા છે. જોકે જયા બચ્ચન પહેલા જ ખુલાસો કરી ચુકી છે કે જ્યારે તેને તેની વહુની કોઈ વાત ગમતી નથી, ત્યારે તે તેને મોઢા પર કહે છે, તેની પીઠ પાછળ કોઈ રાજનીતિ નથી કરતી.

Join Our WhatsApp Community

 

 જયા બચ્ચન પીઠ પાછળ નથી કરતી ઐશ્વર્યા ની બુરાઈ 

એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે જયા બચ્ચનને તેમની વહુ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે તે મારી મિત્ર છે. જો મને તેના વિશે કંઈક ગમતું નથી, તો હું તેને મોઢા પર બોલું છું. હું પીઠ પાછળ રાજનીતિ નથી કરતી, જ્યારે ઐશ્વર્યાને જયા ની કોઈ વાત ખરાબ લાગે છે ત્યારે તે પણ મોઢા પર જ બોલે છે. જયાએ કહ્યું કે ફરક માત્ર એટલો છે કે હું થોડી વધુ નાટકીય બની શકું છું અને તેણે વધુ મર્યાદા રાખવી પડે છે. હું વૃદ્ધ છું, ને?જયા બચ્ચને વધુમાં કહ્યું હતું કે ‘અમને બંનેને ઘરે બેસીને ફાલતુ વાતો કરવી ગમે છે, પરંતુ તેણી પાસે વધુ સમય નથી, પરંતુ તે જે પણ કરે છે, અમે તેનો આનંદ માણીએ છીએ. મારી તેની સાથે ખૂબ જ સારા સંબંધ છે. ઐશ્વર્યા એક સારી માતા છે. તે આરાધ્યાનું ખૂબ ધ્યાન રાખે છે. તે એક નર્સની જેમ આરાધ્યા માટે કામ કરતી રહે છે અને હું મજાકમાં કહું છું કે મારી પૌત્રીની નર્સ મિસ વર્લ્ડ છે.

 

 જયા બચ્ચન અને ઐશ્વર્યા કરે છે અભિષેક ની બુરાઈ 

એક ઈન્ટરવ્યુ દરમિયાન અભિષેક બચ્ચને તેની માતા અને ઐશ્વર્યાના સંબંધો વિશે વાત કરતા કહ્યું હતું કે ‘મા અને ઐશ્વર્યા મારી વિરુદ્ધ એક ટિમ બનાવે છે અને બંને બંગાળીમાં વાત કરે છે. માતા બંગાળી છે તેથી તે ભાષા જાણે છે અને ઐશ્વર્યાએ ‘ચોખેર બાલી’ દરમિયાન બંગાળી સારી રીતે શીખી હતી. તેથી જ્યારે પણ તે મારી બુરાઈ કરવા માંગે છે, ત્યારે તેઓ બંગાળીમાં વાત કરવાનું શરૂ કરે છે.

Kishore Kumar Hit Songs: કિશોર કુમારના અવાજનો જાદુ: ૪૩ વર્ષ જૂનું આ રોમેન્ટિક ગીત આજે પણ છે એવરગ્રીન, સાંભળતા જ તાજી થઈ જશે જૂની યાદો!
Dhurandhar 2: રણવીર સિંહ તો માત્ર ચહેરો છે, પણ ‘ધુરંધર’ ની જાન તો આ છે! આદિત્ય ધરની વાયરલ પોસ્ટમાં થયો મોટો ખુલાસો
Ramayanam Leak: રણબીર કપૂરનો રામાયણમાં ‘માસ્ટરસ્ટ્રોક’: એક જ ફિલ્મમાં બે અવતાર, જાણો રામ સાથે બીજું કયું પાત્ર છે
Dhurandhar 2: ‘ધુરંધર ૨’ ના સેટ પર રાકેશ બેદીનો જાદુ! પોતે જ ઉમેર્યો એવો ડાયલોગ કે આખું યુનિટ ખડખડાટ હસી પડ્યું.
Exit mobile version