Site icon News Continuous Bureau | Mumbai

‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના સ્ટાર્સ પર કોરોના ગ્રહણ, શબાના આઝમી પછી આ અભિનેત્રી બની કોરોના પોઝિટિવ ; જાણો વિગત 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022          
શુક્રવાર

જ્યારથી કરણ જોહરે તેની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ની જાહેરાત કરી છે ત્યારથી આ ફિલ્મ સમાચારોમાં છે. હવે આ ફિલ્મ કોરોના મહામારીને લઈને ફરી ચર્ચામાં આવી છે. વાસ્તવમાં, થોડા દિવસો પહેલા, ફિલ્મની અભિનેત્રી શબાના આઝમીને કોરોના થયો હતો, હવે લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, અભિનેત્રી જયા બચ્ચન પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ના શૂટિંગ શિડ્યુલને અસર થઈ છે.

Join Our WhatsApp Channel

એક ન્યૂઝ પોર્ટલ ના રિપોર્ટ અનુસાર, શબાના આઝમી બાદ જયા બચ્ચનનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. એક સૂત્રએ પોર્ટલને જણાવ્યું કે,'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'નું શૂટિંગ શેડ્યૂલ 2 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી શરૂ થવાનું હતું. પહેલા શબાના આઝમી અને હવે જયા બચ્ચન કોરોના પોઝિટિવ હોવાને કારણે કરણ જોહરે શેડ્યૂલ મોકૂફ રાખ્યું છે. કરણ જોહર કાસ્ટ અને ક્રૂ સાથે કોઈ જોખમ લેવા માંગતો નથી.

ક્રિકેટપ્રેમીઓ માટે મોટા સમાચાર, BCCI અધ્યક્ષ ગાંગુલીએ કરી જાહેરાત; આ શહેરોમાં રમાશે ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચ…

ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં શબાના આઝમી અને જયા બચ્ચન ઉપરાંત ધર્મેન્દ્ર, રણવીર સિંહ અને આલિયા ભટ્ટ છે. કરણ જોહરે ગયા વર્ષે આ ફિલ્મની જાહેરાત કરી હતી. કરણ જોહરની વધુ એક ફિલ્મ 'તખ્ત' કોરોના મહામારીને કારણે પૂર્ણ થઈ રહી નથી.નોંધનીય છે કે જયા બચ્ચન પહેલા વર્ષ 2020માં તેમના પરિવારમાં તેમના પતિ અમિતાભ બચ્ચન, પુત્ર અભિષેક બચ્ચન, પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા બચ્ચનને કોરોના થયો હતો. આ પછી બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને પછી દરેકનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો.

Nora Fatehi Sukesh Chandrashekhar Extortion Case સુકેશ ચંદ્રશેખર ૨૦૦ કરોડ વસૂલી કેસમાં સાક્ષી બનશે નોરા ફતેહી દિલ્હી કોર્ટે મોકલ્યું સત્તાવાર સમન્સ
Palak Tiwari Ibrahim Ali Khan Breakup ૪ વર્ષની ડેટિંગ બાદ તૂટ્યો પલક તિવારી અને ઇબ્રાહિમ અલી ખાનનો સંબંધ દર્દમાં છોડ્યું કામ?, સાથે થનારા શૂટિંગ રદ
Mirzapur The Film OTT Release હવે OTT પર ભૌકાલ મચાવશે ‘મિર્ઝાપુર ધ ફિલ્મ’ જાણો કયા ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે ફિલ્મ
Shraddha Kapoor Eetha Trailer Out ‘નાચતે હુએ મરી તો મિસાલ બન જાઉંગી’ શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઈઠા’નું દમદાર ટ્રેલર રિલીઝ, વિઠાબાઈના રોલમાં છવાઈ અભિનેત્રી
Exit mobile version