Site icon

Jeetendra and Tusshar Kapoor: જિતેન્દ્ર અને તુષાર કપૂરની રિયલ એસ્ટેટમાં ‘બમ્પર’ ડીલ: મુંબઈની પ્રોપર્ટી અધધ આટલા કરોડમાં વેચી, જાણો કોણે ખરીદ્યો આ આઈટી પાર્ક.

Jeetendra and Tusshar Kapoor: ચાંદીવલીમાં આવેલો ‘બાલાજી આઈટી પાર્ક’ જાપાની કંપનીએ ખરીદ્યો; તુષાર અને જિતેન્દ્રની કંપનીઓએ સંયુક્ત રીતે પાર પાડી મુંબઈની સૌથી મોટી ડીલ

Jeetendra and Tusshar Kapoor Sell Mumbai Commercial Property for 559 Crore to Japanese Tech Giant NTT

Jeetendra and Tusshar Kapoor Sell Mumbai Commercial Property for 559 Crore to Japanese Tech Giant NTT

News Continuous Bureau | Mumbai

Jeetendra and Tusshar Kapoor: બોલિવૂડ એક્ટર તુષાર કપૂર અને તેમના પિતા જિતેન્દ્ર હાલમાં તેમની એક બિઝનેસ ડીલને કારણે ચર્ચામાં છે. રિયલ એસ્ટેટ ના રિપોર્ટ અનુસાર, કપૂર પરિવારે મુંબઈના ચાંદીવલી વિસ્તારમાં આવેલી તેમની કમર્શિયલ પ્રોપર્ટી 559.25 કરોડ રૂપિયા માં વેચી દીધી છે. આ પ્રોપર્ટી તુષાર કપૂરની કંપની ‘તુષાર ઈન્ફ્રા ડેવલપર્સ’ અને જિતેન્દ્રની કંપની ‘પેન્થિયન બિલ્ડકોન’ દ્વારા સંયુક્ત રીતે વેચવામાં આવી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર

કોણે ખરીદી આ પ્રોપર્ટી અને શું છે તેની વિશેષતા?

મીડિયા રિપોર્ટ મુજબ,આ આલિશાન કમર્શિયલ પ્રોપર્ટી જાપાનીઝ કંપની NTT ગ્લોબલ ડેટા સેન્ટર્સ એન્ડ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયા એ ખરીદી છે. દસ્તાવેજો અનુસાર, આ પ્રોપર્ટી ચાંદીવલીના બાલાજી આઈટી પાર્કમાં (Balaji IT Park) આવેલી DC-10 બિલ્ડિંગ છે. આ જગ્યા આશરે 3,25,016 સ્ક્વેર ફીટના બિલ્ટ-અપ એરિયામાં ફેલાયેલી છે. જાપાની કંપની આ સ્પેસનો ઉપયોગ ડેટા સેન્ટર અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરવાની યોજના ધરાવે છે.


આ પહેલીવાર નથી જ્યારે જિતેન્દ્ર અને તુષારે આવી મોટી ડીલ કરી હોય. અગાઉ મે 2025 માં, જિતેન્દ્ર અને તેમના પરિવારે અંધેરીમાં તેમની જમીનનો એક હિસ્સો આશરે 855 કરોડ રૂપિયા માં વેચ્યો હતો. રિયલ એસ્ટેટ માર્કેટમાં આ સૌથી મોંઘી ડીલ્સમાંની એક માનવામાં આવે છે. કપૂર પરિવાર હવે ફિલ્મો ઉપરાંત રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટમાં પણ મોટું નામ બનાવી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Vijay Hyderabad Reception: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનું હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન; ભીડને રોકવા માટે કપલે કર્યો આવો નિર્ણય, સુરક્ષા વ્યવસ્થા કરાઈ સખત
Rashmika Vijay New Video: લગ્નના ૩ જ દિવસમાં રશ્મિકા-વિજય વચ્ચે તિરાડ? ‘અમે એકબીજા માટે નથી બન્યા’ – વીડિયો વાયરલ થતા ચાહકોમાં ફફડાટ; જાણો શું છે હકીકત
Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Exit mobile version