Site icon

ફરી એકવાર ચર્ચામાં આવી જેનિફર મિસ્ત્રી, તારક મહેતા ના નિર્માતા પર લગાવ્યો નવો આરોપ, ટપ્પુ સેના વિશે કહી આ વાત

તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જેનિફરે ખુલાસો કર્યો છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સેટ પર બાળકો પર પણ ખૂબ જ ત્રાસ ગુજારવામાં આવ્યો હતો.

jennifer mistry bansiwal blamed tmkoc producer asit kumar modi to harass tappu sena

ફરી એકવાર ચર્ચામાં આવી જેનિફર મિસ્ત્રી, તારક મહેતા ના નિર્માતા પર લગાવ્યો નવો આરોપ, ટપ્પુ સેના વિશે કહી આ વાત

News Continuous Bureau | Mumbai

અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલ, જે લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં શ્રીમતી રોશન સિંહ સોઢીની ભૂમિકા માટે જાણીતી છે, તે શોના નિર્માતા અસિત મોદી પરના શોષણના આરોપોને કારણે ચર્ચામાં છે. જેનિફરે અસિત મોદી પર ઘણા આરોપો લગાવ્યા છે. હવે ફરી એકવાર તેણે નિર્માતા પર નવો આરોપ લગાવ્યો છે. આ વખતે જેનિફરે અસિત પર બાળકોને ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો છે.

Join Our WhatsApp Community

 

જેનિફરે કહ્યું ‘ટપ્પુ સેના ને કરવામાં આવતી હતી ટોર્ચર’ 

તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જેનિફરે ખુલાસો કર્યો છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર બાળકો પર પણ ખૂબ જ ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. જેનિફર મિસ્ત્રી બંસીવાલે કહ્યું કે શોમાં ‘ટપ્પુ સેના’ને ટોર્ચર કરવામાં આવી હતી. ‘ટપ્પુ સેના’માં ભવ્ય ગાંધી ‘ટપ્પુ’ તરીકે, ઝિલ મહેતા ‘પિંકુ’ તરીકે, સમય શાહ ‘ગોગી’ તરીકે અભિનય કરે છે. જ્યારે કુશ શાહે ‘ગોલી’નું પાત્ર ભજવ્યું હતું. ટપ્પુ સેનાને હેરાન કરવાનો દાવો કરતા જેનિફરે ખુલાસો કર્યો હતો કે બાળકો સેટ પર અભ્યાસ કરતા હતા અને સેટ પરથી સીધા પરીક્ષા હોલમાં જતા હતા.

 

જેનિફરે લગાવ્યો હતો અસિત મોદી પર પક્ષપાત નો આરોપ 

જેનિફરે આરોપ લગાવ્યો છે કે ‘પરીક્ષાના સમયે અમારી નાઈટ શિફ્ટ થતી હતી,ત્યારે બિચારા બાળકો નાઈટ શિફ્ટમાં નાઈટ શૂટ પણ કરતા, બેસીને અભ્યાસ પણ કરતા અને સવારે સાત વાગ્યે સેટ પર થી જ સીધા પરીક્ષા આપવા જતા હતા. આવું કેટલી વાર થયું, જ્યારે બાળકો સેટ પરથી સીધા પરીક્ષા આપવા ગયા. તમને જણાવી દઈએ કે આ પહેલા એક ઈન્ટરવ્યુમાં જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી પર પક્ષપાતનો આરોપ પણ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘શૈલેષ લોઢા અને દિલીપ જોશી પ્રત્યે અસિત મોદીનું વર્તન સારું હતું’.

આ સમાચાર પણ વાંચો: જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફ સાથે થઇ છેતરપિંડી, સાંતાક્રુઝ પોલીસમાં નોંધાવી ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો

KRK Sent to Jail: ઓશિવારા ફાયરિંગ કેસમાં કેઆરકેની મુશ્કેલી વધી, મુંબઈ કોર્ટે જામીન નકારતા ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
Adrija Roy Engagement: તમિલ રીતિ-રિવાજ મુજબ અદ્રિજા રોયની રિંગ સેરેમની; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સગાઈની સુંદર તસવીરો
Dhurandhar 2 Update: ‘ધુરંધર 2’ વિશે ફેલાયેલા પાકિસ્તાન કનેક્શનના દાવા ખોટા! મુંબઈમાં શૂટિંગની અસલી સત્યતા અને રણવીરની ફિલ્મની રિલીઝ ડેટ જાણી લો
O Romeo Song Out: ‘’આશિકોં કી કોલોની’ માં શાહિદના ડાન્સે લગાવી આગ, પણ દિશા પટનીના લુકે ફેન્સને કર્યા નિરાશ; સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ
Exit mobile version