Site icon News Continuous Bureau | Mumbai

Jhalak dikhlaja Tanisha mukherjee: ઝલક દિખલાજા ના મંચ પર છલકાયું તનિષા મુખર્જી નું દર્દ, અજય દેવગણ અને કાજોલ વિશે કહી આ વાત

Jhalak dikhlaja Tanisha mukherjee:ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ની સીઝન 11 શરૂ થવા જઈ રહી છે.સોની ટીવી એ શોનો એક પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં તનિષા મુખર્જી તેના સ્ટાર ના હોવાનો અફસોસ વ્યક્ત કરી રહી છે. .

jhalak dikhlaja 11 new promo tanisha mukherjee get emotional said she is not star like kajol and ajay devgn

jhalak dikhlaja 11 new promo tanisha mukherjee get emotional said she is not star like kajol and ajay devgn

News Continuous Bureau | Mumbai

Jhalak dikhlaja Tanisha mukherjee: કાજોલ ની બહેન તનિષા મુખર્જી એ તેના અભિનય કરિયર ની શરૂઆત ઉદય ચોપરા સાથે ફિલ્મ નીલ એન્ડ નિકી દ્વારા કરી હતી. આ ફિલ્મ માં તેનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. ત્યારબાદ તનિષા ટેંગો ચાર્લી માં જોવા મળી હતી, પરંતુ તેને તેની બહેન કાજોલ અને જીજા અજય દેવગનની જેમ સફળતા ના મળી શકી. હવે  તનિષા ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા 11 માં સ્પર્ધક તરીકે જોવા મળશે.જેમાં તે તેના ફિલ્મી કરિયર વિશે ચર્ચા કરતી જોવા મળશે.

Join Our WhatsApp Channel

 

ઝલક દિખલાજા માં તનિષા મુખર્જી નો ડાન્સ 

ટીવી નો ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલાજા 11 નવેમ્બરે સોની ટીવી પર ટેલિકાસ્ટ થશે. આ દરમિયાન સોની ટીવીએ ઝલક દિખલા જા 11નો પ્રોમો રિલીઝ કર્યો છે.જેમાં કાજોલ ની બહેન તનિષા “લૈલા મેં લૈલા” ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયોમાં શોના જજ મલાઈકા અરોરા, ફરાહ ખાન અને અરશદ વારસી તેની ડાન્સિંગ થી પ્રભાવિત જોવા મળે છે.તનિષા નો ડાન્સ જોઈ ફરાહ ખાને કહ્યું, “તું આજની રાત એક સ્ટાર છે.” આ સાંભળીને અભિનેત્રી એ કહ્યું, “મારા પરિવારમાં અજય દેવગન, કાજોલ બધા સ્ટાર્સ છે. હું તે મુકામ સુધી પહોંચી શકી નથી. હું સ્ટાર નથી.”


તમને જણાવી દઈએ કે ઝલક દિખલાજા સીઝન 11 માં તનિષા મુખર્જી સિવાય, શોએબ ઈબ્રાહીમ ઉર્વશી ધોળકિયા,  શિવ ઠાકરે,અંજલિ આનંદ, સંગીતા ફોગટ, આમિર અલી, રાજીવ ઠાકુર, કરુણા પાંડે અને શ્રીરામ ચંદ્ર  જેવા લોકો શો માં સ્પર્ધક તરીકે જોવા મળશે.

આ  સમાચાર પણ વાંચો : Gadar 3: અનિલ શર્માએ કરી ગદર 3 ની સત્તાવાર જાહેરાત, આવી હશે ફિલ્મ ની વાર્તા અને તેની સ્ટારકાસ્ટ

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version