અભિનેતા જિમ્મી શેરગિલ અને નેશનલ એવોર્ડ વિજેતા નિર્દેશક ઈશ્વર નિવાસની સહિત 35 લોકોની કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ પંજાબ પોલીસે ધરપકડ કરી છે.
કોવિડ 19ના નિયમો અનુસાર સાંજે 6 વાગ્યા બાદ પંજાબમાં શુટિંગ કરવાની પરવાનગી નથી. પરંતુ લુધિયાનાના આર્ય સીનિયર સેકેન્ડરી સ્કૂલમાં શૂટિંગ કરી રહેલી યૉર ઑનરની ટીમે નક્કી કરેલા સમયથી 2 ક્લાક વધારે એટલે કે રાત્રે 8 વાગ્યા સુધી શુટિંગ કર્યુ હતું.