Site icon

John Abraham New Look: જોન અબ્રાહમનું અત્યાર સુધીનું સૌથી મોટું ટ્રાન્સફોર્મેશન! રિયલ લાઈફ સુપરકોપ રાકેશ મારિયાના રોલ માટે બદલી નાખ્યો આખો લૂક

John Abraham New Look: મસ્ક્યુલર બોડી છોડી જોને ઘટાડ્યું વજન; સોશિયલ મીડિયા પર ફેન્સે કર્યા ફની કમેન્ટ્સ - "દાઢી તો ઘરની ખેતી છે, ગમે ત્યારે ઉગાડી લેવાય!"

John Abraham’s Unrecognizable New Look for Rakesh Maria Biopic Goes Viral; Fans React with Hilarious Comments

John Abraham’s Unrecognizable New Look for Rakesh Maria Biopic Goes Viral; Fans React with Hilarious Comments

News Continuous Bureau | Mumbai

John Abraham New Look: બોલિવૂડનો ‘એક્શન સ્ટાર’ જોન અબ્રાહમઅત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તાજેતરમાં તેની કેટલીક તસવીરો વાયરસ થઈ છે, જેમાં તે એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. જોન અત્યારે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાની બાયોપિકમાં કામ કરી રહ્યો છે અને આ પાત્રમાં જીવ રેડવા માટે તેણે પોતાનો લૂક સંપૂર્ણપણે બદલી નાખ્યો છે.વાયરલ તસવીરોમાં જોન અબ્રાહમ ક્લીન શેવ લૂકમાં જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, તેણે પોતાના વાળ પણ બ્લોન્ડ કલરમાં રંગ્યા છે. તસવીરોમાં જોન ઘણો દુબળો પણ લાગી રહ્યો છે, જે દર્શાવે છે કે આ રોલ માટે તેણે ઘણું વજન ઘટાડ્યું છે. જોનને આ નવા અવતારમાં જોઈને એક નજરે ઓળખવો પણ મુશ્કેલ બની રહ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Jennifer Winget & Karan Wahi Wedding Rumors: શું જેનિફર અને કરણ ખરેખર લગ્ન કરી રહ્યા છે? વાયરલ પોસ્ટ્સ જોઈને કરણ વાહીએ આપ્યું ચોંકાવનારું રિએક્શન

સોશિયલ મીડિયા પર ફેન્સના ફની રિએક્શન

જોનનો આ લૂક જોઈને ફેન્સ મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે. કેટલાક યુઝર્સે લખ્યું, “દાઢી તો ઘરની ખેતી છે, જ્યારે ઈચ્છો ત્યારે ઉગાડી લો.” તો વળી એક ફેને કમેન્ટ કરી કે, “જોન પર ‘ધૂમ’ ફિલ્મવાળા લાંબા વાળ વધુ સારા લાગતા હતા.” ઘણા ફેન્સ તેના ડેડિકેશનના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક તેને ઓળખવામાં થાપ ખાઈ ગયા હતા. હાર્ટ અને ફાયર ઈમોજીસ સાથે આ તસવીરો અત્યારે ઇન્ટરનેટ પર છવાયેલી છે.


જોન અબ્રાહમ છેલ્લે ‘ધ ડિપ્લોમેટ’ અને ‘તેહરાન’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. આ વર્ષે તે ‘તારિક’ નામની ફિલ્મમાં દેખાશે. આ ઉપરાંત, તે રોહિત શેટ્ટીની એક આગામી ફિલ્મમાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો હોવાની ચર્ચા છે. જોકે, અત્યારે તેનું પૂરું ધ્યાન રાકેશ મારિયાની બાયોપિક પર છે, જે તેના કરિયરની મહત્વની ફિલ્મ સાબિત થઈ શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kohrra Season 2 Trailer Out: પંજાબની ધુમ્મસમાં છુપાયેલા છે ખૌફનાક રહસ્યો; મોના સિંહ અને બરુણ સોબતીની જોડી ઉકેલશે મર્ડર મિસ્ટ્રી
Mardaani 3 First Review: રાની મુખર્જીનો દમદાર અંદાજ અને વિજય વર્માનો ખૌફનાક લૂક; જાણો જોવી જોઈએ કે નહીં ‘મર્દાની 3’?
Dhurandhar OTT Release:રણવીર સિંહની ‘ધુરંધર’ એ રજનીકાંત-શાહરૂખના રેકોર્ડ તોડ્યા! 55 દિવસ બાદ હવે OTT પર થશે રિલીઝ, ફેન્સને મળશે મોટું સરપ્રાઈઝ
Yeh Rishta Kya Kehlata Hai Leap: અરમાન-અભીરાના અલગ થવાથી શરૂ થશે YRKKH નો નવો અધ્યાય, જાણો લીપ બાદ કેવી હશે દીકરી માયરા અને અભીરાની કેમેસ્ટ્રી
Exit mobile version