Site icon

Jolly LLB 3 Trailer Out: જોલી એલએલબી 3’ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, અક્ષય-અરશદ વચ્ચે કોર્ટમાં થશે ધમાલ

Jolly LLB 3 Trailer Out: અક્ષય-અરશદ ની ફિલ્મ જોલી એલએલબી 3’ નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. જેમાં કિસાનના સંઘર્ષ પર આધારિત કોર્ટ ડ્રામા છે.

Jolly LLB 3 Trailer Out: Akshay Kumar vs Arshad Warsi in Courtroom Chaos

Jolly LLB 3 Trailer Out: Akshay Kumar vs Arshad Warsi in Courtroom Chaos

News Continuous Bureau | Mumbai

અક્ષય કુમાર અને અરશદ વારસી ફરી એકવાર ‘જોલી’ના પાત્રમાં જોવા મળશે, પરંતુ આ વખતે બંને એકસાથે કોર્ટમાં ટકરાશે. ‘જોલી એલએલબી 3’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને તેમાં કિસાનના હક્ક માટે લડત દર્શાવવામાં આવી છે. અરશદ વારસી કિસાનના પક્ષમાં છે જ્યારે અક્ષય કુમાર એક મોટી હસ્તી માટે કેસ લડતો જોવા મળે છે. બંનેના ટકરાવ વચ્ચે જજ ત્રિપાઠી એટલે કે સોરભ શુક્લા   ફસાઈ જાય છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : ‘The Bengal Files’ : ધ બંગાળ ફાઇલ્સ ને પશ્ચિમ બંગાળ માં રિલીઝ થાય તે માટે IMPPAએ નરેન્દ્ર મોદી ને લખી ચિઠ્ઠી, વડાપ્રધાન ને કરી આવી વિનંતી

જોલી એલએલબી 3 ની વાર્તા 

ફિલ્મમાં અક્ષય અને અરશદ વચ્ચે કોર્ટમાં જોરદાર ટકરાવ જોવા મળશે. ટ્રેલરમાં દર્શાવાયું છે કે બંને ‘જોલી’ કોર્ટમાં એકસાથે આવે છે અને જજ ત્રિપાઠી હેરાન-પરેશાન થઈ જાય છે. ફિલ્મમાં હાસ્ય અને સસ્પેન્સ બંનેનો મસાલો છે, જે દર્શકોને ગમશે.જોલી એલએલબી’ સિરીઝની અગાઉની બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. ત્રીજો પાર્ટ પણ ફેન્સમાં ઉત્સાહ જગાવી રહ્યું છે. અક્ષય અને અરશદની જોડી, કોર્ટ ડ્રામા અને હાસ્યભર્યા દ્રશ્યો દર્શકોને મનોરંજન આપશે એવી અપેક્ષા છે.


‘જોલી એલએલબી 3’ 19 સપ્ટેમ્બર 2025ના રોજ થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મમાં અક્ષય કુમાર, અરશદ વારસી, સોરભ શુક્લા ઉપરાંત અમૃતા રાવ, હૂમા કુરૈશી, ગજરાજ રાવ, રામ કપૂર અને સીમા બિસ્વાસ પણ મહત્વની ભૂમિકામાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Mandanna 30th Birthday: નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો બર્થડે બન્યો ખાસ, પિતાએ ભેટમાં આપી અનમોલ વસ્તુ
Anant Ambani Birthday Celebrations: અનંત અંબાણીના બર્થડે પર રોશનીથી ઝળહળી ઉઠ્યો મુંબઈનો સી-લિંક, જામનગરમાં સિતારાઓનો મેળાવડો
Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Exit mobile version