News Continuous Bureau | Mumbai
ટીવીનો લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) ના ઘણા વર્ષો થી ચાહકો નું મનોરંજન કરી રહ્યો છે. હવે આ શો ના ચાહકો માટે સારા સમાચાર આવવાના હતા, પરંતુ હવે લાગે છે કે તેના પર કોઈ ની નજર લાગી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે શોમાં દયાબેનની એન્ટ્રી થોડા દિવસોમાં થવાની છે, પરંતુ હવે નિર્માતાઓએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ દયાબેન ના રોલ (Dayaben) ને લઇ ને કોઈ ઉતાવળ કરવા નથી માંગતા. અગાઉ અભિનેત્રી કાજલ પિસલ (Kajal Pisal) આ ભૂમિકા ભજવી રહી હોવાના અહેવાલો પણ આવ્યા હતા, પરંતુ અભિનેત્રીએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં (interview) કહ્યું છે કે મેકર્સનો કોઈ કોલ નથી આવ્યો. જ્યારે કે તેણે દયાબેનના રોલ માટે ઓડિશન (audition) આપ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : મોટી કાર્યવાહી. રિઝર્વ બેંકે આ બેંક પર લગાવી દીધું તાળું, જાણો હવે ગ્રાહકોના પૈસાનું શું થશે?
જ્યારે અભિનેત્રી કાજલ પિસલની દયાબેનની ભૂમિકાની વાત સામે આવી ત્યારે તેણે આ સમાચાર પર કંઈ કહેવાનો અને પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. હવે અભિનેત્રી એ કબૂલ્યું કે તેણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનના રોલ માટે ઓડિશન (audition) આપ્યું હતું. એક મીડિયા હાઉસ (media house) સાથેની વાતચીતમાં કાજલ પિસલે કહ્યું, “હા, મેં ઓગસ્ટ મહિનામાં દયાબેનના રોલ માટે ઓડિશન આપ્યું હતું. હું તે સમયે તેના વિશે વાત કરવા માંગતી ન હતી કારણ કે હું માત્ર ઓડિશન માટે ગઈ હતી.મને રોલ મળ્યો ન હતો. મારી અને મેકર્સ વચ્ચે કંઈ નક્કી થયું ન હતું.ઓડિશન આપ્યા બાદ મેં મેકર્સ નો કોલ આવવાનો ઘણો સમય રાહ જોઈ, પણ કોલ આવ્યો નહીં. મને લાગ્યું કે મારું સિલેક્શન થયું નથી. જો કે, કેટલાક પ્રોડક્શન હાઉસ અને કાસ્ટિંગ ડિરેક્ટરના મનમાં એવું હતું કે હું દયાબેનનું પાત્ર ભજવવાની છું, તેથી તેઓએ મને કામ માટે સંપર્ક ના કર્યો.મને આ ત્યારે સમજાયું જ્યારે કેટલાક લોકોએ મને ફોન કર્યો અને પૂછ્યું કે શું હું તારક મહેતામાં (TMKOC) દયાબેનનો રોલ કરી રહી છું.?હું આ ઈન્ટરવ્યુ દ્વારા બધાને કહેવા માંગુ છું કે મેં આ શો સાઈન કર્યો નથી. હું નવા શો જોઈ રહી છું. જો કોઈ પાત્ર મારા માટે અનુકૂળ આવે તો મને ફોન કરો.”
આ સમાચાર પણ વાંચો : મંદિરમાં દીવો કરતી વખતે ન કરો આ ભૂલ, નહીં તો થશે માતા લક્ષ્મી ક્રોધીત, આ નિયમોનું કરો પાલન…
કાજલ પિસલ છેલ્લે ‘સિર્ફ તુમ’ (sirf tum) શોમાં જોવા મળી હતી.અભિનેત્રી ‘કુછ ઇસ તરહ’, ‘એક હજારો મેં મેરી બેહના હૈ’, ‘ઉડાન’ અને ‘નાગિન 5’ સિવાય તે બીજા ઘણા શોનો ભાગ રહી ચૂકી છે. ટીવી સિવાય કાજલ OTT પ્લેટફોર્મની દુનિયામાં પણ પોતાનો હાથ અજમાવવા માંગે છે.