Site icon

Maa OTT Release: ‘માં’ ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યા પ્લેટફોર્મ પર આવશે કાજોલ ની ફિલ્મ

Maa OTT Release: કાજોલની નવી ફિલ્મ 'માં' થિયેટરમાં રિલીઝ થઈ ચુકી છે.હવે ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.

Kajol Mythological Horror Film 'Maa' OTT Release Soon

Kajol Mythological Horror Film 'Maa' OTT Release Soon

News Continuous Bureau | Mumbai

Maa OTT Release: બોલીવૂડ એક્ટ્રેસ કાજોલ ની નવી ફિલ્મ ‘માં’  27 જૂનના રોજ થિયેટરમાં રિલીઝ થઈ છે. આ એક માઇથોલોજિકલ હોરર ફિલ્મ છે, જેને વિશાલ ફુરિયા એ ડિરેક્ટ કરી છે. ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કાજોલના નવા અવતારને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ફિલ્મમાં કાજોલ સાથે ઇન્દ્રનીલ સેન્ગુપ્તા, રોનિત રોય અને જીતિન ગુલાટી જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્માણ દેવગન ફિલ્મ્સ અને જિયો સ્ટુડિયોઝ દ્વારા કરવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Alia Bhatt: ‘ઉમરાવ જાન’ના પ્રીમિયર પર પિંક સાડી માં છવાઈ આલિયા ભટ્ટ, અભિનેત્રી નો લુક જોઈ લોકો ને આવી રેખા ની 1981 ની ફિલ્મ ની યાદ

‘માં’ ક્યારે આવશે ઓટીટી પર?

મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ ‘માં’ થિયેટરમાં રિલીઝ થયા બાદ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. જોકે, હજી સુધી ઓટીટી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી. સામાન્ય રીતે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયા બાદ 45 થી 60 દિવસમાં ડિજિટલ પ્લેટફોર્મ પર આવી જાય છે. એટલે કે જો તમે સિનેમાઘરમાં આ ફિલ્મ ચૂકી ગયા હોવ, તો થોડા સમય પછી નેટફ્લિક્સ પર જોઈ શકો છો.


માં ની રિલીઝ પહેલા મુંબઈમાં ખાસ પ્રીમિયર યોજાયું હતું જેમાં આનંદ એલ રાય, ધનુષ, રોહિત શેટ્ટી, મૃણાલ ઠાકુર, સોનૂ નિગમ, રેણુકા શહાણે, રકુલ પ્રીત સિંહ-જેકી ભગનાની અને નુસરત ભરૂચા જેવા સેલિબ્રિટીઝ હાજર રહ્યા હતા.

Amitabh Bachchan: અમિતાભ બચ્ચન માટે 10 સપ્ટેમ્બર કેમ છે ખાસ? કરિયર માટે સાબિત થયો ગોલ્ડન દિવસ
Anupama Spoiler: “અનુપમા” માં આવશે મોટો ટ્વીસ્ટ, કોઠારી પરિવાર નો આ સદસ્ય આવશે અનુ ની મદદે, જાણો શો ના આવનાર એપિસોડ વિશે
Saiyaara Deleted Scenes: ઓટીટી રિલીઝ પહેલા “સૈયારા” ના ડિલીટ થયેલા સીન વાયરલ, દર્શકો એ કરી આવી માંગણી
Sanjay Kapoor Property Dispute: સંજય કપૂર ની મિલકત ને લઈને કરિશ્મા કપૂરના બાળકોની હાઇકોર્ટમાં અરજી, પ્રિયા કપૂર પર લગાવ્યો આ આરોપ
Exit mobile version