Site icon

Kalki 2898 ad trailer release: નવા યુગ ની થઇ શરૂઆત,કલ્કિ 2898 એડી ટ્રેલર માં દમદાર લુકમાં જોવા મળ્યો અમિતાભ બચ્ચન, કમલ હસન ને ઓળખવો બન્યો મુશ્કેલ

Kalki 2898 ad trailer release: કલ્કી 2898 એડી ના ટ્રેલર ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે ફિલ્મ ના મેકર્સે ફિલ્મ નું ટ્રેલર રિલીઝ કર્યું છે જેમાં અમિતાભ બચ્ચન દમદાર લુકમાં જોવા મળી રહ્યા છે તો બીજી તરફ કમલ હસન ને ઓળખવો મુશ્કેલ બન્યો છે.

Kalki 2898 ad trailer release amitabh bachchan prabhas and deepika padukone movie

Kalki 2898 ad trailer release amitabh bachchan prabhas and deepika padukone movie

News Continuous Bureau | Mumbai 

Kalki 2898 ad trailer release: કલ્કી 2898 એડી ના ટ્રેલર ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા  હતા. આવી સ્થિતિ માં અમિતાભ બચ્ચન, પ્રભાસ અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ કલ્કી 2898 એડી નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. હાલ સોશિયલ મીડિયા પર કલ્કી 2898 એડી નું ટ્રેલર ધૂમ મચાવી રહ્યું છે. લોકો આ ટ્રેલર ને ખુબ પસંદ કરી રહ્યા છે. આ ટ્રેલર માં અમિતાભ બચ્ચન નો દમદાર લુક જોવા મળી રહ્યો છે તો બીજી તરફ કમલ હસન ને ઓળખવો મુશ્કેલ બન્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર  પણ વાંચો : Mumbai International Film Festival: 18મો મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 15થી 21 જૂન, 2024 દરમિયાન યોજાશે

કલ્કી 2898 એડી નું ટ્રેલર 

કલ્કી 2898 એડી ના ટ્રેલર ની શરૂઆત એક એવા શહેરથી થાય છે જે આ દુનિયાનું પહેલું શહેર કહેવાય છે, તો કોઈ કહે છે કે કાશી આ દુનિયાનું છેલ્લું શહેર છે. આ પછી બતાવવામાં આવ્યું છે કે દુનિયા કેવી રીતે બદલાતી રહે છે.ત્યારબાદ ભવિષ્યવાણી થશે કે એક બાળક નો જન્મ થશે અને તે આવનાર સમય ના રાજા નો નાશ કરશે. અમિતાભ બચ્ચન અશ્વત્થામા બની ને અજાત બાળકની સુરક્ષા કરશે. આ ટ્રેલર માં દીપિકા પાદુકોણ પણ જોવા મળે છે જે ગર્ભવતી છે અને અમિતાભ તેના ગર્ભ માં રહેલા બાળક નું રક્ષણ કરે છે. જ્યારે પ્રભાસ એટલે કે ભૈરવ દીપિકાને લેવા આવે છે કારણ કે તે તેની વિરુદ્ધ છે.ટ્રેલર માં અંત માં કમલ હસન ની ઝલક જોવા મળે છે જેને પહેલી નજર માં ઓળખવો મુશ્કેલ છે. 

કલ્કી 2898 એડી નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. ફિલ્મની વાર્તા પણ અશ્વિને પોતે લખી છે. તમને જાણવી દઈએ કે સોશિયલ મીડિયા પર આ ટ્રેલર ને ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે કેટલાક અમિતાભ બચ્ચન ના અભિનય ની તો કેટલાક પ્રભાસ ના વખાણ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Ranveer Allahbadia New House Mumbai: ઝીરોથી કરોડો સુધીની સફર: રણવીર અલ્હાબાદિયાએ મુંબઈમાં ખરીદ્યું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ; યુટ્યુબ કિંગની નેટવર્થ જોઈ આંખો પહોળી થઈ જશે
Kalki 2898 AD Sequel: બે મહાનાયકોનું મિલન! ‘કલ્કી 2’ના સેટ પર અમિતાભ બચ્ચન અને કમલ હાસનની જુગલબંધી; ફોટા જોઈ ચાહકોમાં ભારે ઉત્સાહ
Exit mobile version